રિપોર્ટ@ગુજરાત: રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મામલે આજે હાઈકોર્ટમાં વધુ સુનાવણી

 
Gujarat High Court

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં સરકારે 5,9 79 પાનાનં સોગંદનામું કર્યુ હતુ. તો સાથે જ આઠ મહાપાલિકા અને 157 નગરપાલિકઓમાં રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાને લઈને લેવાયેલા પગલાનો રિપોર્ટ રજૂ કરાયો હતો.

આ એક્શન ટેકન રિપોર્ટનો જવાબ આપવા માટે અરજદારે એક દિવસનો સમય માંગતા આજે વધુ સુનાવણી હાથ ધરાશે..રસ્તે રઝળતા ઢોર તૂટેલા રસ્તા અને ટ્રાફિકની સમસ્યાને અંગે હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશને અત્યાર સુધી જે કોઈ કામગીરી કરી તેનું પાંચ હજાર 979 પાનાનું સોગંદનામુ કર્યુ હતું.

હાઈકોર્ટમાં ગત રોજ આ મામલે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, કોર્ટમાં 5979 પાનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ક્યાંથી કેટલા ઢોર પકડાયા છે તેની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 27 ઓગસ્ટછી 5 નવેમ્બર સુધીનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.