અપડેટ@અમદાવાદ: તથ્યની જામીન અરજી પર સુનાવણી અને પ્રજ્ઞેશની જામીનનો હુકમ કોર્ટ આ તારીખે કરી શકે
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદના બહુ ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય પટેલા પિતાએ પહેલા રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે ફગાવી દીધા બાદ બીજા જ દિવસે પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ જિલ્લા કોર્ટમાં મેડિકલ જામીન અરજી કરી હતી. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર 21 ઓગષ્ટના રોજ કોર્ટ નિર્યણ આપશે. કોર્ટે કેસમાં તથ્યની જામીન અરજીના વાંધા માટે 21 ઓગસ્ટ સુધીનો સમય ફાળવાયો છે. દરમિયાનમાં તથ્ય પટેલની જામીન અરજીમાં સરકાર પણ પોતાનું એફિડેવિટ રજૂ કરશે. તથ્યની જામીન અરજી પર સુનાવણી અને પ્રજ્ઞેશની જામીનનો હુકમ કોર્ટ 21 ઓગસ્ટના કરી શકે છે.
તથ્ય પટેલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વકીલ નિસાર વૈદ્ય મારફત રેગ્યુલર જામીન અરજી ફાઈલ કરવામાં આવી છે, જેની પર આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી છે. જ્યારે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની અકસ્માત સમયે ઘટનાસ્થળે લોકોને ધમકાવીને, રિવોલ્વર કાઢવાની ધમકી આપવાના ગુના માટે પોલીસે ધરપકડ કરી હતી.
તથ્ય સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. જ્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે પર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે IPC કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.