તારાજી@પાટણ: સતત વરસાદને કારણે કઠોળ સહિતના પાકોમાં ભારે નુકશાન, ખેડૂતો ચિંતિત

 
Patan Rain

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. પાટણ જિલ્લા સહિત સર્વત્ર પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી સતત વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. જ્યારે પંથકમાં ખેતરોમાં તૈયાર થયેલા કઠોળના પાકને ભારે નુકશાન થયું છે. મહત્વનું છે કે, ખેડૂતોને મોંઘી ખેડો, દવાઓ, બિયારણો સહિતનાં ખર્ચા માથે પડ્યાં હોય તેવી સ્થિતિ બની છે. જેને લઈ હવે પંથકના ખેડુતો ચિંતિત બન્યા છે. 

કમોસમી વરસાદનાં કારણે પણ ખેડૂતોનો પાકમાં વ્યાપક નુકસાન થયું હતું. આ તરફ હવે ફરી એકવાર જરૂર અને આશા કરતાં વધુ વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતા વધી છે. આ તરફ હવે જિલ્લાના ખેડૂતો સરકાર દ્વારા સર્વે કરી વળતરરૂપે સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે. પંથકમાં મોટાપ્રમાણમાં રોકડીયા પાક તરીકે એરંડાની ખેતી થાય છે. જ્યારે આગાઉ વરસાદે વિરામ લેતાં એરંડા અને જારની વાવણી વધુ પ્રમાણમાં કરવામાં આવી હતી. જે આજે સતત પડી રહેલાં વરસાદ કારણે પાણીમાં ગરકાવ થયો છે. જેથી જગતના તાત પર પેટ પર પાટા સમાન સ્થિતિ સર્જાઈ છે. 

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર, હારીજ અને સમી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ તૈયાર થયેલો બાજરી અને એરંડાના પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે. ભારે રાહ જોવાડાવ્યા બાદ વરસાદ શરૂ થઈ જતા તૈયાર કરેલ પાક પાણીમાં ગરકાવ થઈ જતા નુકસાન થયું છે.