વાતાવરણ@ગુજરાત: રાજ્યનાં અનેક વિસ્તારોમાં ભારે માવઠાની આગાહી, જાણો શું કહ્યું હવામાન વૈજ્ઞાનિકે ?

 
Havaman

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. દક્ષિણ પાકિસ્તાન રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસગ ગુજરાત પર પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યમાં આગાહી 5 દિવસના હવામાન અંગે અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે પણ મોટું નિવેદન આપ્યું છે. 

હવામાન વૈજ્ઞાનિક વિજીનલાલે જણાવ્યું છે કે, દક્ષિણ પાકિસ્તાન પર રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બે દિવસ સુધી તેની અસર રહેશે. આ પછી ત્રીજા દિવસથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે.

આ સાથે વિજીનલાલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અલગ-અલગ ભાગોમાં વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે. જેમાં આજે સામાન્ય વરસાદની આગાહી છે, જે પછી રાજ્યમાં કાલથી હળવાથી સામાન્ય છૂટોછવાયો વરસાદ થવાની આગાહી છે, જ્યારે પાંચમા દિવસે પણ વરસાદની આગાહી છે. વરસાદ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદ માટે આજે તથા આવતીકાલે એમ બે દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ પછી પાંચમા દિવસે પણ અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના ઉત્તર ભાગમાં થવાની સંભાવનાઓ છે. રાજ્યના તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી, આ અંગે વિજીનલાલ જણાવે છે કે, હાલ મહત્તમ તાપમાન 38-39 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે, જે આગામી 3-4 દિવસ સુધી યથાવત રહેશે. કારણ કે હવામાં ભેજનું પ્રમાણ વધુ છે. જેના કારણે મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ નથી.