હવામાન@ઉ.ગુ: પાટણ-મહેસાણા સહિત આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યારે ?

 
Rain

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે. આ દરમિયાન હવે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વિગતો મુજબ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગાહી મુજબ 17 થી 19 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં હવામાન વિભાગે છોટાઉદેપુર, દાહોદ, સુરતની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે આવતીકાલે એટલે કે રવિવારે નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આ તરફ ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ વરસી શકે છે.

હવામાનની આગાહી મુજબ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદની આગાહીને પગલે 16થી 18 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ બનતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. આજે વહેલી સવારથી મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.