હવામાન@ગુજરાત: અહીં ફરી એકવાર માવઠાને કારણે કેરીના ખેડૂતોમાં ભારે ચિંતા

 
Varsad

અટલ સમાચાર, ડેસ્ક

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીની પગલે વલસાડના નાનાપોંઢામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. તો જિલ્લાના કપરાડા અને આસપાસના વિસ્તાર તેમજ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયું માવઠું વરસ્યું હતુ. આમ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. જો હજી થોડા દિવસ આવો માહોલ રહેશે તો કેરીના પાક પર અસર થઇ શકે છે. જેની સીધી અસર કેરીનાં ભાવ પર પણ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ત્યારે વલસાડના છેવાડાના નાનાપોંઢા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે ધોધમાર વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. મહત્વપૂર્ણ છે કે, અત્યારે વલસાડ જિલ્લાનો મુખ્ય પાક કેરી તૈયાર થઈ રહ્યો છે એ વખતે જ બદલાયેલા વાતાવરણ અને વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ભરઉનાળામાં માવઠું થતા ખેડૂતોની ચિંતા વધી છે. વહેલી સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું ત્યારે જિલ્લાના કપરાડા અને આસપાસના વિસ્તાર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો હતો. આ માવઠાને કારણે ખેતરમાં આવેલી કેરીઓ અંગે પણ ચિંતા છવાઇ ગઇ છે.