બિગબ્રેકિંગ@મોરબી: બ્રિજ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટનો મોટો આદેશ, તમામ મૃતકોના પરિવારને રૂ.10 લાખ આપો
Updated: Feb 22, 2023, 13:10 IST

અટલ સમાચાર, ડેસ્ક
મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં સતત ત્રીજા દિવસે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. આ સુનાવણી દરમિયાન મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા. આજે 120 જેટલા મૃતકોના પરિવારજનો મોરબીથી ન્યાય મેળવવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. જોકે સંભાવના મુજબ હાઈકોર્ટ આજે આ મામલે ચુકાદો સંભળાવી દીધો છે.
ગુજરાત હાઇકોર્ટે ઓરેવાં કંપનીએ દરેક મૃતકોના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ 10 લાખ ચૂકવવા આદેશ કર્યો છે. આ સાથે દરેક ઈજાગ્રસ્તોને રૂ.2 લાખ ચૂકવવા પણ હાઇકોર્ટના આદેશ કર્યો છે. મહત્વનું છે કે, બંને પક્ષોની દલીલો સાંભળીને હાઈકોર્ટે આદેશ કર્યા છે. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટ નો મહત્વનો નિર્દેશ કર્યો છે.