મોટોનિર્ણય@ગુજરાત: રક્ષાબંધનના દિવસે રજા જાહેર, તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે, જુઓ પરિપત્ર

 
Rakshababdhan

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનનાના દિવસે રાજ્ય સરકારે રજા જાહેર કરતા હવે રક્ષાબંધનના દિવસે તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે, આ બાબતનો ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. શ્રાવણ શુક્લ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ દિવસે બહેન પોતાના ભાઈના હાથે રક્ષા કરવા માટે રાખડી બાંધે છે. આ વર્ષે રક્ષાબંધન બે દિવસ ઉજવવામાં આવશે, ત્યારે હવે રાજ્ય સરકારે રક્ષાબંધનના પવિત્ર દિવસે રજા જાહેર કરી છે. જેના પગલે હવે 30મી ઓગસ્ટે તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. ગુજરાત સરકાર દ્વારા આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

Rakshababdhan

જ્યોતિષમાં રક્ષાબંધન સમયે ભદ્રાવિષ્ટીને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. રક્ષાબંધન પર ભદ્રા હોવાથી બહેનો રાખડી બાંધી શકતી નથી. તિથિના પૂર્વાર્ધનો દિવસ ભદ્રા કહેવાય છે. તિથિના ઉત્તરાર્ધની ભદ્રાને રાત્રિની ભદ્રા કહેવામાં આવે છે. જો દિવસની ભદ્રા રાત્રે આવે અને રાત્રિની ભદ્રા દિવસે આવે તો ભદ્રા શુભ માનવામાં આવે છે. આ વખતે રક્ષાબંધન ભદ્રકાળ આ મુજબ છે. સાંજે 5:30- સાંજે 6:31 રક્ષાબંધન ભદ્રા મુખા. સાંજે 6:31- સાંજે 8:11. રક્ષાબંધન ભદ્રા સમાપ્તિ સમય- રાત્રે 9:01 રાખડી બાંધવા માટે પ્રદોષ કાલ મુહૂર્ત- રાત્રે 9:01 (30 ઓગસ્ટ 2023) એટલે કે માત્ર 4 મિનિટનો સમયગાળો.

ધર્મ શાસ્ત્રમાં ભદ્રકાળમાં શુભ કામ કરી શકાતું નથી. ભદ્રકાળમાં જે શુભ કામ કરવામાં આવે છે, તેનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે. ભદ્રકાળમાં રાખડી બિલ્કુલ પણ બાંધવામાં આવતી નથી. રાવણની બહેને ભદ્રકાળમાં રાખડી બાંધી હતી અને તે જ વર્ષે પ્રભુ શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. જેથી રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો. આ કારણોસર માનવામાં આવે છે કે, ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈની ઉંમર ઓછી થઈ જાય છે.