દુર્ઘટના@વલસાડ: GIDCમાં મધરાત્રે ફાર્મા કંપનીમાં ભયાનક આગ, 3 કામદારના મોત

 
Valsad Fire

અટલ સમાચાર, ડેસ્ક

વલસાડના સરીગામ જીઆઈડીસીની વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં બ્લાસ્ટ થયો છે. જેના કારણે કંપનીનો સ્લેબ પણ ધરાશય થયો છે. આ પ્રચંડ ધમાકામાં ત્રણ કામદારોના મોત નીપજ્યા છે. આ બ્લાસ્ટ બાદ થયેલા કાટમાળમાં કેટલાક લોકો પણ દબાયાની માહિતી સામે આવી રહી છે. જેથી ફાયર વિભાગની ટીમ ત્યાં તેમની શોધખોળ કરી રહી છે. મોડી રાતે થયેલા પ્રચંડ ધમાકા બાદ લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હાલ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

સરીગામ જીઆઈડીસીની વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં મોડી રાતે થયેલા પ્રચંડ બ્લાસ્ટને કારણે આ કંપનીનું બે માળનું બિલ્ડિંગ ધરાશાયી થઇ ગયુ છે. જેના કાટમાળમાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. આ કંપનીનાં બ્લાસ્ટનાં ધડાકાને કારણે આસપાસની કંપનીના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કંપનીમાં સદનસીબે સોમવારે રજા હોય છે. જેથી આ ધડાકા સમયે અહીં માત્ર ટેક્નિશિયનની જ ટીમના લોકો હતા. આ લોકો એક મશીનનાં સમારકામ માટે આવ્યાં હતા. અને બ્લાસ્ટ થતા ફસાઇ ગયા હતા. જીઆઈડીસીમાં આવેલી વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી.