દુ:ખદ@સુરત: ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં પતિ-પત્નીનું મોત, માસૂમ બાળક સારવાર હેઠળ
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના ખજોદ ખાતે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નીપજ્યાં હતાં. કારમાં સવાર પતિ-પત્નીના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. માસૂમ બાળકી સહિત અન્ય એક સારવાર હેઠળ છે. સ્વીફ્ટ કારમા મિત્ર અને મિત્રનો પરિવાર વલસાડથી સુરત આવી રહ્યો હતો.તે દરમ્યાન ખજોદ ડાયમંડ બુર્સ નજીક ટ્રકના પાછળ સ્વીફ્ટ કાર ધડાકાભેર સાથે ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત તમામને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પતિ અમિતના મોત બાદ ઇજાગ્રસ્ત ભાવિકાબેન સાવલાનીનું મોત નીપજ્યું હતું. બંને પતિ-પત્નીના મોત બાદ બાળકી હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અમિત સાલવાની પોતાની પત્ની અને બાળકી તેમજ મિત્ર ઇન્દ્રજીત ટેલર જોડે ફરવા માટે વલસાડ ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ બની ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. ઘટના અંગે સચિન જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.