ઘટના@રાજકોટ: બાઇક પર જતાં દંપતિને આખલાએ અડફેટે લેતા પતિનું કરુંણ મોત
Fri, 17 Feb 2023

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં હજુ પણ રખડતાં ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. હવે ગોંડલમાં રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અહીં ઘોઘાવદર ચોકમાં મોડીરાત્રે બનાવ બન્યો હતો. રખડતા આખલાની અડફેટે બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં સંજયભાઈ રાવલ નામના આધેડનું મોત થયું હતું. બાઈકચાલક સંજયભાઈના માથામાં ગંભીર ઈજા થઈ હતી. આખલાએ બાઈક પર જતા દંપતીને અડફેટે લીધું હતું
દહેગામમાં પણ તાજેતરમાં રખડતાં ઢોરને લીધે એક મહિલાનું મોત નિપજ્યું હતું. જે બાદ આ મામલે બબાલ વધી હતી. મૃતક મહિલાના સંબંધીઓ દ્વારા જવાબદારો સામે ગુનો નોંધવાની માગણી કરાઇ હતી. કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસર સામે પણ ગુનો નોંધવાની માગણી સાથે મૃતદેહની અંતિમવિધિ નહીં કરવા સંબંધીઓ મક્કમ હતા.