ઘટના@વાપી: બાળકો માટે ઓનલાઈન ઘડિયાળ મંગાવતા થઈ બબાલ, પતિએ ગળું દબાવી પત્નીને પતાવી દીધી
અટલ સમાચાર, ડેસ્ક
વલસાડના વાપીમાં ઓનલાઈન ખરીદી માટે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આવેશમાં આવીને પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ બાળકો સાથે પોલીસ સ્ટેશને પહોંચેલા આરોપીએ જ્યારે પોલીસને કહ્યું કે, મેં મારી પત્નીને મારી નાખી છે. વાપીમાં બાળકો માટે ફ્લિપકાર્ટથી ઘડિયાળ મંગાવતા પતિ-પત્ની વચ્ચેના બબાલમાં કરૂણ અંજામ આપ્યો છે. મારામારી કરતા પતિએ તેની ગળું દબાવીને હત્યા કરી હતી.
આ તરફ બનાવ બાદ પતિ બંને બાળકોને સાથે લઇ પોતે જ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. ત્યાર બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી. પૂછપરછમાં ખુલાસો થયો કે પતિએ બાળક માટે 90 રૂપિયાની ઘડિયાળ મંગાવી હતી. આ વાતને લઈને તેની પત્ની નારાજ થઈ ગઈ હતી. ગુસ્સામાં તેણે પતિનું ગળું દબાવવા પ્રયાસ કર્યો. જોકે, બાદમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર ઘડિયાળ ઘરે આવતા જ મંગળવારે પત્ની નીતા તુલસી પર વિફરી હતી અને તેની સાથે ઝપાઝપી કરી ઝઘડો કરવા લાગતા કંટાળીને તુલસીએ નીતાને માર મારી નીચે પાડીને હાથથી ગળું દબાવ્યા બાદ બાજુમાં પડેલા કપડાથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદ આરોપી પતિ બંને બાળકો સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.