બ્રેકિંગ@દેશ: રાષ્ટ્રીય પાર્ટી બનતાની સાથે AAPને મોટો ઝટકો, સુરતમાં 6 કોર્પોરેટર BJPમાં જોડાયા તો કેજરીવાલને CBIનું તેડું

 
Arvind kejriwal

અટલ સમાચાર, ડેસ્ક

આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીની માન્યતા મળવાની સાથે હવે મુશ્કેલી સામે આવી રહી છે. વિગતો મુજબ આપના સંયોજક અરવિંદ કેજરીવાલને CBIએ પુછપરછ માટે નોટિસ જાહેર કરી હોવાનું સામે આવ્યું છે. આ તરફ ગુજરાતનાં સુરતમાં આમ આદમી પાર્ટીના વધુ 6 કોર્પોરેટર્સ ભાજપમાં જોડાયા છે. આ તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને CBIએ પુછપરછ માટે નોટિસ જાહેર કરી છે. કેન્દ્રીય એજન્સીએ તેમને રવિવારે બોલાવ્યા છે. 

આમ આદમી પાર્ટીના વધુ 6 કોર્પોરેટર્સ ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયેલા આપના કોર્પોરેટર્સ દ્વારા પાર્ટી બદલવાનું કારણ રજૂ કરીને આક્ષેપો કર્યા છે. બીજી તરફ ભાજપે કોઈ લોભ કે લાલાચ કોર્પોરેટર્સને ભાજપમાં જોડવા માટે આપવામાં આવી ના હોવાનું જણાવવામાં આવ્યું છે. 

સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડી ગયું છે. પહેલા 4 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા અને હવે એવા આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધીમાં સુરતમાં AAPના 10 કોર્પોરેટરોએ AAPને રામરામ કરી દીધા છે. આમ અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાઇ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વિપક્ષના નેતા સહિતના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં આ 6 કોર્પોરેટરો ભાજપમાં સામેલ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના કુસ 10 કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટરો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

શું કહ્યું હર્ષ સંઘવીએ ? 

આપ સાથેનો છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર્સનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કેસરિયો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે વિકાસને આગળ વધારવા માટે આપના કોર્પોરેટર્સ ભાજપમાં જોડાયા છે. હર્ષ સંઘવીએ આપમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર્સનું સ્વાગત કર્યાની સાથે આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, આપની જે નીતિ-રીતિ રહી છે તે ગુજરાતને અને ગુજરાતીઓને બદનામ કરનારી રહી છે, ગુજરાતનો વિકાસ આગળ વધારવા માટે આપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિતના લોકો ભાજપમાં જોડાયા છે.

ગઈકાલે કોણ કોણ ભાજપમાં જોડાયા? 

1. વોર્ડ નંબર 5 નિરાલી પટેલ

2. વોર્ડ નંબર 4 ધર્મેદર વાવલિયા

3. વોર્ડ નંબર 5 અશોક ધામી

4. વોર્ડ 5 કિરણ ખોખણી

5. વોર્ડ નંબર 4 ઘનશ્યામ મકવાણા

6. વોર્ડ નંબર 17 સ્વાતિ ક્યાડ

પહેલા કોણ કોણ જોડાયા હતા ભાજપમાં ? 

1. વોર્ડ નંબર 3 રુતા ખેની

2. વોર્ડ નંબર 8 જ્યોતિ લાઠીયા

3. વોર્ડ નંબર 2 ભાવના સોલકી

4. વોર્ડ નંબર 16 વિપુલ મોવલિયા