નિર્ણય@ગુજરાત: પાવાગઢ જવાનું વિચારતાં હોય તો જાણી લેજો આ સમાચાર, જાણો એક જ ક્લિકે

 
Pavagadh

અટલ સમાચાર, ડેસ્ક

શું તમે આ સપ્તાહમાં યાત્રાધામ પાવાગઢ મંદિર જવાનું વિચારતા હોવ તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. મહત્વનું છે કે, 11 ઓગસ્ટ સુધી પાવાગઢ રોપવેની મેઈન્ટેનેન્સ કામગીરીના લીધે રોપવે સેવા બંધ રહેશે. જોકે, 12 ઓગસ્ટ શનિવારના રોજથી રાબેતા મુજબ આ સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. આ સેવા પાંચ દિવસ માટે બંધ રહેશે અને શનિવારે ફરીથી શરૂ થઇ જશે.

આ અંગે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, તારીખ સાતમી ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે. જેના કારણે દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રોપ વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મેઈન્ટેનેન્સ કામગીરીના લીધે રોપવે સેવા બંધ રહેશે. છેલ્લા ઘણાં સમયથી સેવામાં ખામી આવતી હોવાના કારણે મેઈન્ટેનન્સની કામગીરીને ધ્યાને રાખી રોપવે સેવા બંધ કરવામાં આવી છે. આ માટે આગામી 5 દિવસ રોપવે સેવા બંધ રહેશે. 12 ઓગસ્ટથી પાવાગઢ રોપ વે સેવા ભક્તો માટે રાબેતા મુજબ ચાલુ થશે.