રિપોર્ટ@ગુજરાત: GPSCની વર્ગ-1થી ક્લાસ-3 ઓફિસરની પરીક્ષાઓની અગત્યની તારીખો જાણો અહીં

 
GPSC

અટલ સમાચાર, ડેસ્ક

સરકારી પરીક્ષાઓની તૈયારીમાં યુવાનો વધુ રસ લઈ રહ્યા છે, જે રીતે દિલ્હી જઈને IAS, IPS બનવા માગતા યુવાનો તૈયારી કરે છે તે રીતે ગુજરાતભરમાંથી યુવાનો ગાંધીનગર અને અમદાવાદમાં આવીને સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. આવામાં આગામી સમયમાં આવી રહેલી કેટલીક પરીક્ષાઓની મહત્વની તારીખો અહીં દર્શાવવામાં આવી છે.

વર્ગ-3થી લઈને ક્લાસ-1 અધિકારીની આગામી સમયમાં થનારી પરીક્ષાઓનો જાહેરાત ક્રમાંક અને તેની પ્રાથમિક/મુખ્ય કસોટીની તારીખ અને સમય તથા પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તારીખો મહત્વની હોય છે. આ કેલેન્ડરને વિદ્યાર્થીઓ બરાબર યાદ રાખતા હોય છે પરંતુ ક્યારે નાની ભૂલ થાય તો તેમને વર્ષો વરસ સુધી તેનું નુકસાન ભોગવવું પડતું હોય છે. એટલે કે સાચી દિશામાં વિવિધ સરકારી પરીક્ષાઓની તૈયારી કરવાની સાથે આ તૈયારીની સાથે કેટલીક જરુરી તારીખો પણ ધ્યાનમાં રાખવી પડતી હોય છે. જેના માટે અહીં વર્ગ-3થી ક્લાસ-1 અધિકારીની પોસ્ટની વિવિધ પરીક્ષાઓની અગત્યની તારીખો અહીં જણાવવામાં આવી રહી છે.

આ પરીક્ષાઓમાં મોટાભાગે પ્રાધ્યાપકની ભરતીની અગત્યની તારીખો આપવામાં આવી છે. એટલે કે જેઓ નોકરીની સાથે GPSCની તૈયારી કરી રહ્યા હોય તેમને આ માહિતી ઉપયોગી થઈ શકે છે. આ સિવાય અહીં વર્ગ-3ની નાયબ સેક્શન અધિકારીની પણ જાહેરાતની તારીખો આપવામાં આવી છે.