રીપોર્ટ@દાહોદ: નિયામક પટેલના રાજમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ, કોના બળે આટલી હદે, જાણો સ્પેશ્યલ રિપોર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દાહોદ જિલ્લાના જોબકાર્ડધારકો અને યોજનાકીય લાભાર્થીઓનો અવાજ છેલ્લા કેટલાક વર્ષોથી દયાજનક સ્થિતિમાં છે. લગભગ મોટાભાગની ગ્રામવિકાસની યોજનામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છતાં કોઈ કહેવાર ના હોય તેમ બેફામ છે. જ્યારે ડીઆરડીએ નિયામક પટેલ આવ્યા ત્યારે સૌ કોઈને આશા હતી મનરેગા, એસબીએમ, પીએમએવાય સહિતની યોજનામાં ભ્રષ્ટાચાર દૂર થશે પરંતુ ચોંકાવનારી હદે પહોંચી ગયું છે. બહુલ આદિવાસી સમાજના આ દાહોદ જિલ્લામાં સરકાર પારદર્શક ડીડીઓ મૂકે છે અને જિલ્લા વિકાસ અધિકારી પણ નાગરિકોમાંથી કે લાભાર્થીઓમાંથી ફરિયાદ ના આવે તેવા પ્રયત્નો કરે છે પરંતુ વેપારી મગજના નિયામક પટેલના રાજમાં ભ્રષ્ટાચાર વણથંભી વિકાસે ચડ્યો છે. એકપણ તાલુકો બાકી નથી કે જ્યાં મનરેગા અને એસબીએમના કામમાં ગેરરીતિ ના હોય. આટલું જ નહિ, નિયામક પટેલને ભ્રષ્ટાચારની આધાર પુરાવા સાથે ફરીયાદ મળે છતાં કાર્યવાહી થતી નથી. આવી સ્થિતિમાં પાયાના અને તાલુકા કક્ષામાં કાર્યવાહીનો ડર નથી. કોઈ કડક એક્શન નહિ લેવાના લીધે કહો અથવા નિયામક પટેલના આશીર્વાદ કહો અથવા નિયામકને ખૂબ મોટાં રાજકીય સહકાર ગણો એટલે મની પાવર આગળ બધું શૂન્ય બન્યું છે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા ડીડીઓ બાદ ફરીથી રાજ્ય સરકારે પ્રામાણિક અને પારદર્શક ડીડીઓ મૂક્યા છે. જોકે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પટેલની સરકાર અને લાભાર્થીઓ પ્રત્યેની પ્રામાણિકતા વિરુદ્ધ ગંભીર સવાલો છે. દાહોદ ડીઆરડીએના નિયામક તરીકે જ્યારથી બળવંત પટેલ આવ્યા ત્યારથી ભ્રષ્ટાચારને જાણે બમણી તાકાત મળી છે. સૌથી વધુ ગ્રાન્ટ ધરાવતી મનરેગા યોજનામાં તો ભ્રષ્ટાચારે હદ વટાવી દીધી છે. જો તમે દાહોદ ડીઆરડીએ સંબંધિત યોજનામાં આવેલી ફરિયાદો, બૂમરાણો, મૌખિક રજૂઆતોનો ઈતિહાસ ચકાસો તો નિયામક પટેલના રાજમાં ભ્રષ્ટાચારનો બોમ્બ જોવા મળે તેવી હાલત છે. અનેક ગામના લોકો રૂબરૂ અને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરી ગયા છતાં કાર્યવાહીના નામે નાટક થયા છે. મનરેગાની ફરિયાદમાં તો એક્ટમાં જોગવાઈ છતાં વેપારી મગજના નિયામક પટેલના રાજમાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે. જો નિયામક બળવંત પટેલ પારદર્શક હોય તો મનરેગા એક્ટની જોગવાઈ મુજબ કેમ આજસુધી એકપણ કાર્યવાહી કરી શક્યા નથી? વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને રાજ્ય કેન્દ્ર સરકાર અબજો રૂપિયાની ગ્રાન્ટ છ-બાર મહિને ફાળવે છે. આ ગ્રાન્ટ દાહોદ ગ્રામ્યમાં રહેતાં ગરીબ નાગરિકો, ગરીબ જોબકાર્ડ ધારકો અને યોજનાના સાચાં લાભાર્થીઓ માટે છે પરંતુ મનરેગા, એસબીએમ અને પીએમએવાયમા કરોડોના ભ્રષ્ટાચાર થયા છે. આવી સ્થિતિમાં નિયામક પટેલને 2 બાબતો ભ્રષ્ટાચાર થવા દેવા ઈચ્છા કરાવી શકે, 1 મની પાવર અને બીજું મજબૂત રાજકીય પીઠબળ. આ બંને કારણો એટલા માટે છે કે, અનેક તપાસમાં ભ્રષ્ટાચાર સાબિત થયો અથવા સાબિત થવા પૂરતા પ્રમાણમાં વિગતો મળી છતાં કોઈ રોકટોક નથી. ખુદ ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીમાંથી વારંવાર સુચનાઓ આવે અને છેક ગાંધીનગરથી તપાસ કરવા આવવું પડે તેવી નોબત છે. આવતાં રિપોર્ટમાં જાણીશું મની પાવરથી કોણે ભેગી કરી બેનામી સંપત્તિ અને રાજકીય બળે કોણ કૂદે ?