કાર્યવાહી@અમદાવાદ: રાજસ્થાન-MPના અનેક કેસોમાં 2013થી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

 
Ahmedabad Police

અટલ સમાચાર, ડેસ્ક

રાજસ્થાન અને મધ્યપ્રદેશના જુદાજુદા પોલીસ સ્ટેશનોના કોર્ટના કેસોમા ૨૦૧૩થી કોર્ટમા હાજર ના થઇ નાસતા-ફરતા આરોપીને ઇસનપુર પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદ જે ડીવીજન પોલીસ સ્ટેશન તરફથી રાજસ્થાન તથા મધ્યપ્રદેશ રાજ્યમા ચુંટણી અનુસંધાનમા જુદાજુદા પોલીસ સ્ટેશન તથા કોર્ટના વોરંટમા નાસતા-ફરતા અને અમદાવાદ શહેરમા રહેતા આરોપીઓના નામનુ લિસ્ટ આપવામાં આવ્યું હતું. લિસ્ટમા જણાવેલ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.પી ગઢવી સાહેબના સીધા માર્ગદર્શન અને સુચના મુજબ સર્વેલન્સ સ્કોડ પો.સબ.ઇન્સ પી.જી ચાવડા સર્વેલન્સ સ્કોડના માણસોની સાથે ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા ફરતા હતા.

દરમિયાન મળેલી મળેલ સયુક્ત બાતમી આધારે રાજસ્થાન તથા મધ્યપ્રદેશ રાજ્યના જુદાજુદા પોલીસ સ્ટેશનના જુદીજુદી કોર્ટના કેસોમા લાંબા સમયથી કોર્ટમા હાજર ના થઇ નાસતા-ફરતા રહેલ આરોપી ઇકબાલ મુસાજી માસ્ટર (ખેડાવાલા) ઉ.વ-૬૭ રહે.મ.નં- ૭૦૧ ચામડીયાવાસ ઇસ્માઇલ પીરની દરગાહ પાસે પાંચપિપળી જમાલપુરથી પકડી પાડી રાજસ્થાન પોલીસને સોપવા તજવીજ હાથ ધરી હતી. 

આ આરોપી જમાલપુર ગોળલીમડા ખાતે મુસ્લીમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે હજ ટુર ચલાવે છે અને તેની હજ ટુરમા હજ/ઉંમરા કરાવવાના નામે લોકોની પાસેથી પૈસા પડાવી હજ/ઉંમરા કરવા માટે ન લઇ જઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાની ટેવવાળો છે. આરોપીનુ નામ સરનામુ : ઇકબાલ મુસાજી માસ્ટર (ખેડાવાલા) ઉ.વ-૬૭ રહે,મ.નં-૭૦૧ ચામડીયાવાસ ઇસ્માઇલ પીરની દરગાહ પાસે પાંચપિપળી જમાલપુર અમદાવાદ શહેર 

રાજસ્થાન રાજયના નીચે મુજબના પોલીસ સ્ટેશનના ગુનામા તથા કોર્ટ કેસ

(૧) કોતવાલી સિકર ગુના નં-૯૫/૨૦૧૩ ઇ.પી.કો કલમ ૪૨૦,૪૦૬

(૨) લાખેરી કોતવાલી વોરંટ નં-૨૪૫/૯૮ નેગો એકટ ૧૩૮

(૩) બુંદી કોતવાલી વોરંટ નં-૧૬/૨૦૧૬ નેગો એકટ ૧૩૮

(૪) બુંદી કોતવાલી વોરંટ નં-૧૭/૨૦૧૬ નેગો એકટ ૧૩૮

(૫) ડીંડવાના કોતવાલી વોરંટ નં-૩૮/૨૦૨૦ નેગો એકટ ૧૩૮

(૬) ડીંડવાના કોતવાલી વોરંટ નં ૨૮૫/૨૦૨૦ નેગો એકટ ૧૩૮

(૭) ડીંડવાના કોતવાલી વોરંટ નં-૨૮૬/૨૦૨૦ નેગો એકટ ૧૩૮

(૮) બાંદીકુઇ દૌસા કોતવાલી નેગો એકટ ૧૩૮

મધ્યપ્રદેશ રાજયના નીચે મુજબના કોર્ટ કેસ

(૧) તાલ કોર્ટ જે.એમ.એફ.સી જી-રતલામ કેસ નં NCNIA ૫૦/૨૦૧૯

(૨) તાલ કોર્ટ જે.એમ.એફ.સી જી-રતલામ કેસ નં NCNIA ૫૩/૨૦૧૯