ખળભળાટ@પાટણ: પ્રેમમાં સૌપ્રથમ યુવકની હિસ્ટરી તપાસજો, મુસ્લિમ યુવકે ગામડાની ભોળી યુવતિની જીંદગી બગાડી

 
Patan

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જિલ્લામાં કલ્પના ના કરી શકાય એ હદે છેતરપિંડી અને શોષણના બનાવો સામે આવી રહ્યા છે. ભયંકર હદે જૂઠ બોલી ભોળી છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી અધવચ્ચે રઝળતી કરી જીંદગી બગાડવાના ખેલ થઈ રહ્યા છે. ધર્મ મુસ્લિમ હોય અને પોતાને હિન્દુ કહીને યુવતીને છેતરી લગ્ન કરી રૂપિયા પડાવી રહ્યા છે હરામખોર ઈસમો.

હારિજ તાલુકાના અડિયા ગામના મુસ્લિમ યુવકે પોતાની ઓળખ છુપાવી હિન્દુ પટેલ બની યુવતીને ફસાવી જીંદગી બગાડી હોવાની ઘટના સામે આવી છે. ચાણસ્માના ગંગેટ ગામની હિન્દુ યુવતીનો સંપર્ક કરી જૂઠ બોલી પ્રેમજાળમાં ફસાવી હતી. આટલુ જ પ્રેમલગ્નના ઓથા હેઠળ રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના પણ યુવતી પાસેથી લીધા હતા. આ દરમ્યાન અનેકવાર યુવતિની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી મારઝૂડ શરૂ કરી હતી. બાદમાં યુવતિને ખબર પડી કે, આ યુવક પ્રિન્સ પટેલ નહીં પણ અઝરૂદિન સિપાઈ(મુસ્લિમ) છે ત્યારે યુવતિના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. છેતરાઇ હોવાનું જાણતાં યુવતીએ તેના પિતાને ફોન કરી વર્ણન કર્યું પરંતુ નારાજ પિતાએ ઘરે પગ નહીં મુકવાનું કહેતાં યુવતી ધારપુર સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો લઇ રહી છે. આખરે યુવતિએ છેતરપિંડી કરનાર મુસ્લિમ યુવક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ચાણસ્માના ગંગેટ ગામની 30 વર્ષીય યુવતી આજથી 2 વર્ષ અગાઉ તેના ભાઈ અને બીજા કેટલાક સાથે ઈકો ગાડીમાં પોળો ફોરેસ્ટ ફરવા ગઇ હતી. અહિથી જ યુવતિને છેચરવાનો આખો કાંડ શરૂ થાય છે. ઈકો ભાડે કરી હોઈ એક ડ્રાઇવર અને બીજો એક માણસ પણ સાથે હતો. પ્રવાસ કરીને આવ્યા બાદ ડ્રાઇવરે બદઈરાદાથી યુવતીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ શોધી મેસેજ કરવાના શરૂ કર્યા હતા. જેમાં યુવતીએ પૂછતાં મુસ્લિમ યુવકે જણાવેલ કે આપણે પોળો ફોરેસ્ટ ગયા હતા એ હું છું, જેથી તેણીએ ડીપી જોઈ હા પાડતા મુસ્લિમ યુવકે જણાવેલ કે તમે મને બહુ ગમો છો, હું તમારી સાથે લગ્ન કરવા માગું છું. જેથી યુવતીએ બીજા સમાજમાં લગ્ન કરવાની ના પાડી હતી. આ દરમ્યાન અડીયાના મુસ્લિમ યુવકે પોતાને પ્રિન્સ સોમાભાઈ પટેલ પાટણનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. બે ત્રણ દિવસ પછી યુવતીએ વિશ્વાસમાં આવી લગ્ન કરવાની હા પાડી હતી. આ દરમ્યાન યુવતી પાટણની હોસ્પિટલમાં નોકરી કરતી હોઇ આ મુસ્લિમ યુવક ત્યાં મળવાં પણ જતો હતો. ઘણીવાર પાટણ રેલવે નાળા પાસેના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શરીર સંબંધ પણ બાંધતો હતો. વિશ્વાસમાં ને વિશ્વાસમાં આખરે યુવતીએ લગ્ન કરવાની વાત કરતાં મુસ્લિમ યુવકે ડોક્યુમેન્ટની નકલો લઈ વકીલ પાસે કાગળો તૈયાર કરાવી સહીઓ કરાવી હતી.

આખરે મુસ્લિમ યુવકે પોતાનો અસલી ચહેરો બતાવી દરમિયાન ધંધામાં રૂપિયાની જરૂરિયાત હોવાનુ કહી યુવતી સામે પૈસાની માંગણી કરી હતી. આથી યુવતીએ દાગીના ગીરવે મૂકી પૈસા આપ્યા હતા. જોકે યુવતીના ભાઈના લગ્ન આવતાં હોઈ ઘરમાંથી ઘરેણાં અને પૈસા આપ્યા છે તેની જાણ થશે તેવા ડરથી યુવતી ઘર છોડી પાટણ ખાતે મુસ્લિમ યુવક પાસે જતી રહી હતી.

એક ઘરમાં જોડે રહેતાં હોઇ યુવતીને ખબર પડી હતી કે આ પ્રિન્સ પટેલ નથી પણ અડિયાનો અહઝરૂદિન સલીમભાઈ સિપાઈ એટલે કે મુસ્લિમ યુવક છે ત્યારે જીંદગીમાં મોટી છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં યુવતીએ તેના પિતાને ફોન કરતાં પિતાએ ઘરે પગ નહીં મુકવા જણાવી દીધું હતુ. આખરે યુવતિ ધારપુર સખીવન સ્ટોપ કેન્દ્ર પહોંચી હતી અને અહિથી પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે મુસ્લિમ યુવક વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ નોંધાવી હતી.

ફોનમાં વાતચીત કરતાં યુવતીને શંકા ગઈ હતી પરંતુ બહાના બતાવતો હતો.

પાટણ શહેરના ચાચરીયા વિસ્તારમાં સાથે રહેતા હતા ત્યારે આ મુસ્લિમ યુવકના મોબાઇલ ઉપર તેના ઓળખિતા મુસ્લિમ લોકોના ફોન આવતાં હતા. ત્યારે શંકા જતાં યુવતિએ પૂછતાં આ મુસ્લિમ યુવક એવું કહેતો કે, તેની બહેને એક મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કરેલા ભાગી ગઈ છે તેવું બહાનું કાઢતો હતો. આ સાથે એવું પણ કહેતો કે, મુસ્લિમ સમાજમાં ધંધાકીય રીતે વધુ સર્કલ છે એટલે મુસ્લિમ લોકોના ફોન બહું આવે છે.