મર્ડર@પાટણ: ઘોર કળિયુગ.....પ્રેમમાં અંધ બનેલ પત્નીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા, ચોંકાવનારી ઘટના

 
Patan

અટલ સમાચાર, પાટણ 

પાટણ જિલ્લામાં પ્રેમ સંબંધને લઈને પત્ની અને પ્રેમીએ મળી પતિની હત્યા કરી હોવાની ઘટનાને લઈ હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ દુધારામપુરાની એક પરિણીત મહિલાને કોઈ યુવક સાથે પ્રેમસંબંધ હતો. જોકે બંને પ્રેમમાં એટલા બધા આંધળા થઈ ગયા કે, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી દીધી છે. આ તરફ હવે સ્થાનિક પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

પાટણ જિલ્લાના દુધારામપુરામાં પ્રેમ સંબંધનો કરૂણ અંજામ સામે આવ્યો છે. ગામની પરિણીત મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી ખુદ પોતાના પતિ જ હત્યા કરી દેતાં પરિવાર સહિતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની પ્રાથમિક વિગતો એવી છે કે, પત્ની ભગી પરમાર તેના પતિ મોહનભાઈ પરમારને દુધારામપુરા પાસે આવેલ કેનાલે લઈ ગઈ હતી. જે બાદમાં આગોતરા આયોજન મુજબ પત્નીની હાજરીમાં જ પ્રેમી અરવિંદજી ઠાકોરે તેના પતિને માથામાં ધોકા મારી હત્યા કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રેમમાં આંધળા બનેલ યુવક અને પરિણીત મહિલાએ તેના જ પતિની હત્યા કર્યાની ઘટનાથી પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ ઘટનાની જાણ થતાં પોલીસે હત્યારા પ્રેમી અને પત્નીની ધરપકડ કરી લીધી છે. આ સાથે સ્થાનિક પોલિસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. હાલ મળતી માહિતી મુજબ મૃતકનું નામ મોહનભાઈ પરમાર હોવાનું અને કલર કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે.