ક્રાઇમ@સુરત: મોડી સાંજે ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા, પોલીસે થઈ દોડતી

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં ચોરી, લૂંટફાટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ડાયમંડ સિટીમાં હત્યાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહિધરપુરા વિસ્તારમાં એક યુવકી ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના મહિધરપુરા વિસ્તારમાં શુક્રવારે મોડી સાંજે એક યુવકે અન્ય યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ઘાયલ યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે હત્યારાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.