દર્દનાક@સુરેન્દ્રનગર: કોઠારિયા નજીક ગમખ્વાર અકસ્માતમાં 2 યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત
Updated: Feb 17, 2024, 14:02 IST
અટલ સમાચાર, ડેસ્ક
સુરેન્દ્રનગર કોઠારિયા ગામ નજીક ગમખ્વાર અકસ્માતમાં 2 આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે મોત થયા છે. સુરેન્દ્રનગર લખતર હાઇવે પર કોઠારીયા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો.
ઘટનાને લઈ વઢવાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના કોઠારીયા ગામના પાટિયા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર બન્ને યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા છે અને અન્ય વાહન ચાલકોના જીવ લઈ રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસની કામગીરી પર પણ ઘણા સવાલ બહ થઇ રહ્યા છે.