ઘટના@સુરત: મધરાત્રે અચાનક મકાનમાં લાગી વિકરાળ આગ, જાણો પછી શું થયું ?

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના પુણાગામ ખાતે આવેલા ગીતાનગરમાં એક મકાનમાં આગ ફાટી નીકળી હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ અંગે ફાયરબ્રિગેજને જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

પુણાગામના ગીતાનગરમાં રાત્રિના સમયે આગ લાગી ગઈ હતી. મકાનમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આગ વિકરાળ હોવાને લઇ લોકોના જીવ અધ્ધર થયા હતાં. તાત્કાલિક જીઈબી દ્વારા આખી સોસાયટીમાં વીજળી બંધ કરવામાં આવી હતી. આગના કારણે તમામ ઘરવખરીનો માલ સામાન બળી ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. ફાયરની ગાડીને શેરીમાં પ્રવેશતા અડચણ અનુભવી હતી. મકાનની અંદર ઇન્દ્રસ્ટ્રીયલ ઉભું કરી દેવાયુ હતું.