શ્રદ્ધા@મહેસાણા: ચૈત્ર મહિનામાં માતાજીને રીઝવવા અનોખી ભક્તિ, ભુવાજીએ 8 દિવસ માટે સમાધિ લીધી, દર્શનાર્થીઓ ઉમટ્યા

 
Mehsana

અટલ સમાચાર, ડેસ્ક

આપણે ત્યાં એક કહેવત છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ન હોય. આવી જ એક ઘટના મહેસાણા ના ઉચરપી ગામેથી સામે આવી છે. હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. તેવામાં માતાજીને રીઝવવા એક ભુવાજી એ સધી માતાજીના મંદિર આગળ ખાડો ખોદી 8 દિવસ માટે સમાધિ લઈ લીધી છે. નોંધનીય છે કે , આ ભુવાજી અગાઉ પણ 3 વાર સમાધિ લઈ ચૂક્યા છે. આ તરફ હવે ભુવાજી સમાધિ લીધી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. 

Mehsana

મહેસાણાના ઉચરપી ગામે ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે ગામમાં રહેતા એક ભક્ત દ્વારા સધી માતાજીના મંદિર પાસે ખાડો ખોડી તેમાં સમાધી લઇ લીધી છે. 52 વર્ષના સધી માતાજી મંદિરના ભક્ત ભગવાન ભાઈ ચૌધરી 8 દિવસ માટે સમાધી લઈ લીધી છે. જોકે સમાધિમાં 8 દિવસ સુધી તેઓ માતાજીની ભક્તિ કર્યા બાદ 8 માં દિવસે સમાધિ માંથી બહાર આવશે. 

વિગતો મુજબ ભગવાનભાઈ ચૌધરી પોતે વિકલાંગ હોવાથી છેલ્લા 25 વર્ષથી પોતાના મહોલ્લામાં આવેલા સધી માતાજીના મંદિરમાં પૂજા અર્ચના કરે છે ભગવાનભાઈ અગાઉ 2004 થી 2006 સુધી ચૈત્ર મહિનામાં 8 દિવસ માટે જમીનમાં સમાધિ લઇ ચૂક્યા છે. તેમના કુટુંબીજનોના જણાવ્યા મુજબ ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે ભુવાજી ને સમાધી આપવામાં આવી હતી. 

Jaherat
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, સધી માતાના મંદિર આગળ 5×5 નો ખાડો ખોદી તેની પર પતરા મૂકી માટી પાથરી દેવામાં આવી છે. જેથી હવે ભગવાનભાઈ દિવસ રાત અંદર આંખે પાટા બાંધી હાથમાં માળા લઇ માતાજીના ઝાપ કરશે. આ સાથે અહી મહત્વની વાત છે કે, 8 દિવસ સુધી ભુવાજી ની ઈચ્છા પ્રમાણે સવારે 8 અને સાંજે 8 કલાકે તેમને મત્ર એક કપ ચા અને અડધો ગ્લાસ પાણી આપવામાં આવે છે. જે માત્ર અલગથી એક બાકોરું મુકવામાં આવ્યું છે. આ સાથે આ સમાધિમાં એક બાકોરું અલગથી પાડવામાં આવ્યું છે જેમાં ભક્તો ભુવાજી સાથે વાતચીત કરી શકે.