ગુજરાતઃ કોરોનાની ત્રીજી લહેરમાં એક જ દિવસમાં 6,275 કેસ નોંધાયા, 1263 દર્દીઓ સાજા થયા
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસો અંગે વાત કરીએ તો ગુજરાત ભરમાં કોરોના વાયરસના 6275 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 1263 દર્દીઓએ કોરોનાના મ્હાત આપી હતી. એટલું જ નહીં કોરોના વાયરસમાંથી સાજા થવાનો દર 95.59 ટકા રહ્યો હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નોંધાયું નથી. ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને મહાનગર પાલિકાઓમાં કોરોના વાયરસના નવા કેસો અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2487 કેસ, સુરત કોર્પોરેશનમાં 1696 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 347 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 194 કેસ નોંધાયા હતા.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આ ઉપરાંત સુરતમાં 183, ગાંધીનગર કોર્પોરેશનમાં 153, નવસારીમાં 118, વલસાડમાં 107, ભાવનગર કોર્પોરેશનમાં 98, કચ્છમાં 70, ભરૂચમાં 68, ખેડામાં 67, આણંદમાં 64, રાજકોટમાં 60, પંચમહાલમાં 57, ગાંધીનગરમાં 53, વડોદરામાં 51, જામનગર કોર્પોરેશનમાં 49, જૂનાગઢ કોર્પોરેશનમાં 45 કેસ નોંધાયા હતા. સાથે સાથે સાબરકાંઠામાં 35, અમદાવાદમાં 32, મોરબીમાં 29, નર્મદામાં 25, અમરેલીમાં 24, અરવલ્લીમાં 24, મહેસાણામાં 19, પાટણમાં 17, બનાસકાંટામાં 13, દેવભૂમિ દ્વારકામાં 12, સુરેન્દ્રનગરમાં 12, ભાવનગરમાં 11, ગીર સોમનાથ 9, મહીસાગરમાં 9, દાહોદમાં 8, જામનગરમાં 8, તાપીમાં 7, પોરબંદરમાં 6, છોટાઉદેપુરમાં 3, બોટાદમાં 2, જૂનાગઢમાં 2, ડાંગમાં 1 કેસ નોંધાયો હતો.
 

ગુજરાતમાં રસીકરણ અંગે વાત કરીએ તો શનિવારે સાંજના પાંચ વાગ્યાથી રવિવારે સાંજના ચાર વાગ્યા સુધીમાં ગુજરાતમાં કોરોના વાયરસ રસીના કુલ 93467 ડોઝ આપવામાં આવ્યા હતા. ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસો અંગે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે 29,913 કોરોના દર્દીઓ છે જેમાંથી 26 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે 27887 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે 824163 દર્દીઓ ડીસ્ચાર્જ કરાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોન કેસો અંગે વાત કરીએ તો આજે એક પણ ઓમિક્રોનનો કેસ નોંધાયો નથી. જોકે, આજે 19 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં કુલ 236 ઓમિક્રોનના કેસ નોંધાયા છે જ્યારે 186 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.