ઘટસ્ફોટ@મહેસાણા: વડસ્મા કોલેજમાં યુવતીની લાશ મળ્યા બાદ સાથી વિદ્યાર્થીએ જ હત્યા કર્યાનું ખૂલ્યું

 
Mehsana

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણાનાં વડસ્મા નજીકની કોલેજની 21 વર્ષીય યુવતીની લાશ મળ્યા બાદ હવે મોટો ખુલાસો થયો છે. વિગતો મુજબ શનિવારે ફાર્મસીમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી ઉમરગામની 21 વર્ષીય યુવતીની લાશ કોલેજના જ એક બિલ્ડીંગમાંથી મળી આવી હતી. આ તરફ પોલીસ તપાસમાં હાલ એક મોટી અપડેટ સામે આવી છે. આ હત્યા કેસમાં હત્યારો બીજો કોઈ જ નહીં પણ યુવતીની સાથે અભ્યાસ કરતો પ્રણવ ગાવીતે હોવાનું ખૂલ્યું છે. 

મહેસાણાના વડસ્મા નજીક આવેલ શ્રી સત્સંગી સાંકેત ધામ રામ આશ્રમ શૈક્ષણિક સંકુલમાં વલસાડના ઉમરગામના કચ્છી ગામની તિતિક્ષા નટુભાઈ પટેલની લાશ મળી હતી. આ 21 વર્ષીય યુવતી ફાર્મસી કોલેજના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી, આ તરફ કોલેજ નો એક છોકરો અને યુવતી 28 એપ્રિલના રોજ ગુમ થઈ ગયા હતા. આ બધાની વચ્ચે શનિવારે યુવતીની લાશ કોલેજના લેબમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કેસમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેમાં હત્યારો બીજો કોઈ નહીં પણ યુવતીની સાથે અભ્યાસ કરતો પ્રણવ ગાવીત હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ હવે મૃતક યુવતીનાં પિતાએ આરોપી ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.