કવાયત@મહેસાણા: કેન્દ્ર સરકાર દ્વારા નશા મુક્તિ કેન્દ્રની શરૂઆત, ગુજરાતમાં 3 જિલ્લાની કરાઈ છે પસંદગી

 
Mehsana

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં નશામુક્ત અભિયાન અંતર્ગત આગામી સમયમાં 25 જેટલા સ્થળો પર કેન્દ્ર સરકાર દ્વારા નશા મુક્ત કેન્દ્રો શરૂ આવી રહ્યા છે. આ દરમ્યાન નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લા ખાતે નશા મુક્ત કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં કાઉન્સિલિંગ અને દવા મારફતે નશાથી દૂર રાખવા અને મુક્ત કરવાનો પ્રયાસ શરૂ કરાયા છે. 

સમગ્ર ભારત નશામુક્ત બને તે અંતર્ગત એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં ત્રણ જીલ્લાની પસંદગીમાં મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક રોગ વિભાગ, જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે માનસિક રોગ વિભાગ ખાતે કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ત્રણ જિલ્લાની પસંદગી માં એક મહેસાણા, જામનગર અને વડોદરા ખાતે વ્યસન મુક્તિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. 

PM Jaherat
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાના વહીવટી તંત્રએ આ કેન્દ્ર પર હાજરી આપીને સોગંદ લીધા હતા કે, આગામી સમયમાં લોકોને વ્યસનથી દૂર રાખવા પ્રયાસ કરવામાં આવશે. જ્યારે હાલમાં મહેસાણામાં વિવિધ નશામાંથી છુટકારો મેળવનારની સંખ્યા 70 ની આસપાસ હોવાનો વહીવટી તંત્રએ જણાવ્યું હતું. આવનારા સમયમાં તેમને કાઉન્સિલિંગ અને દવા મારફતે નશાથી દૂર રાખવા અને મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.