આવો@મહેસાણા: 74 માં વન મહોત્સવનો પ્રારંભ, રમણીય તારંગા ખાતે પહોંચવા તંત્રનુ નિમંત્રણ
Aug 5, 2023, 09:27 IST
અટલ સમાચાર, ડેસ્ક
ફિચર લેખ
મહેસાણા જિલ્લામાં 74 માં વન મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો હોઇ વનવિભાગ અને વહીવટી તંત્રએ સૌ લોકોને નિમંત્રણ આપ્યું છે. રમણીય સ્થળ તારંગા ખાતે દિગ્ગજ પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં વન મહોત્સવની આજે ભવ્ય ઉજવણી થશે. જેમાં મોટા પ્રમાણમાં મહેસાણા જિલ્લામાં રોપા વાવેતર કરી વૃક્ષોની સંખ્યા વધારવા મહેનત થશે.
મહેસાણા જિલ્લાના નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઇ અને કલેક્ટર એમ.નાગરાજને આમંત્રણ પત્રિકા પાઠવી 74 માં વન મહોત્સવની ઉજવણીની જાણકારી આપી છે. મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ દરમ્યાન 6 ધારાસભ્ય, 3 સાંસદ સહિત ગુજરાત રાજ્ય વન વિભાગ નિગમના એમડી મહેશ સિંઘ તેમજ જિલ્લાના વન અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેશે.