ઘટના@ચાણસ્મા: હાઇવે પર અચાનક આગ, ફાયર બિગ્રેડે કાબુ મેળવ્યો
અટલ સમાચાર, ચાણસ્મા
કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે ચાણસ્મા તાલુકાના ગામે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે અચાનક હાઇવે પાસે આગ લાગી હતી. ઘટનાને લઇ ગામના સરપંચે ચાણસ્મા મામલતદારને જાણ કરી હતી. જેને લઇ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી મામલતદારે ફાયરબ્રિગેડને બોલાવી હતી. જ્યાં ભારે જહેમતને અંતે પાટણ પાલિકાના ફાયર ફાયટર દ્રારા આગ ઉપર કાબુ મેળવાયો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના કંબોઇ ગામના હાઇવે પર આજે બપોરના સમયે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. અચાનક લાગેલી આગથી અફરાતફરીનો માહોલ સર્જાય તે પહેલા જ સરપંચે મામલતદારને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ મામલતદાર હિમાંશુ ચૌહાણ દોડી ગયા હતા. જ્યાં તેમણે ફાયર ફાયટર બોલાવી આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા બાદ ભારે જહેમતને અંતે આગ ઉપર કાબુ મેળવાયો હતો. બ