ઘટના@પાટણ: આરોપીને ધારપુર હોસ્પિટલ લાવ્યાં, નજર ચૂકવી સારવાર પહેલાં ફરાર

અટલ સમાચાર,પાટણ કોરોના મહામારી વચ્ચે આજે પાટણની ધારપુર હોસ્પિટલમાંથી વધુ એક આરોપી ફરાર થવાની ઘટના સામે આવી છે. આજે પાટણ સબજેલના આરોપીને લકવાની અસર જણાતાં તેને ધારપુર હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમ્યાન પોલીસ જાપ્તામાંથી પોલીસની નજર ચૂકવી આરોપી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે. ઘટના બાદ પોલીસે આરોપીને શોધવા ચારે
 
ઘટના@પાટણ: આરોપીને ધારપુર હોસ્પિટલ લાવ્યાં, નજર ચૂકવી સારવાર પહેલાં ફરાર

અટલ સમાચાર,પાટણ

કોરોના મહામારી વચ્ચે આજે પાટણની ધારપુર હોસ્પિટલમાંથી વધુ એક આરોપી ફરાર થવાની ઘટના સામે આવી છે. આજે પાટણ સબજેલના આરોપીને લકવાની અસર જણાતાં તેને ધારપુર હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમ્યાન પોલીસ જાપ્તામાંથી પોલીસની નજર ચૂકવી આરોપી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે. ઘટના બાદ પોલીસે આરોપીને શોધવા ચારે તરફ દોડધામ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણની ધારપુર હોસ્પિટલમાંથી આજે વધુ એક આરોપી ફરાર થઇ ગયો છે. સબજેલનો આરોપી 23 વર્ષિય મહેશજી ઠાકોરને લકવાની અસર જણાતાં તેને ધારપુર મેડીકલ કોલેજ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન નજર ચૂકવી તે ફરાર થઇ જતાં ચકચાર મચી છે. પોલીસે વાયરલેસના માધ્યમથી તમામ પોલીસ સ્ટેશનો, એલસીબી અને એસઓજીને જાણ કરી આરોપીને શોધવા દોડધામ શરૂ કરી છે. નોંધનિય છે કે, 20 દિવસ પહેલાં ધારપુરથી એક આરોપી ફરાર થયો હતો.