ઘટના@રાધનપુર: મોડીરાત્રે ઘાતક હથિયારોથી હુમલો, યુવકને ગંભીર ઇજા
અટલ સમાચાર, રાધનપુર
કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે રાધનપુરમાં બે કોમ વચ્ચે ઝઘડાની ઘટના સામે આવી છે. ગત મોડીરાત્રે કોઇ કારણસર બે કોમના યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક યુવકને અન્ય યુવકને ઘાતક હથિયારના ઘા ઝીંકી દેતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટનાને લઇ તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના રાધનપુરમાં બે કોમ વચ્ચેના ઝઘડામાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. રાધનપુરના દેવડીવાસ પાસે ગઇકાલે રાત્રે કોઇ કારણસર બે યુવકો વચ્ચે માથાકુટ થઇ હતી. જે બાદમાં બે યુવકો બાઇક પર ઘાતક હથિયારો સાથે અને બીજા યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને તાત્કાલિક ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઇ રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.