ઘટના@સમી: જૂથ અથડામણ બાદ સામસામે ફરીયાદ, કુલ 62 આરોપી, હાલ નિરવ શાંતિ

અટલ સમાચાર ડોટ કોમ, સમી સમી તાલુકાના ગામે બે જૂથ વચ્ચે બુધવારે વહેલી સવારે અથડામણની ઘટના સામે આવ્યા બાદ હાલ નિરવ શાંતિ જોવા મળી રહી છે. જે મામલે હવે બંને પક્ષોએ સામસામે ફરીયાદ કરતાં કુલ 62 લોકો સામે નામજોગ ગુનો દાખલ થતાં હડકંપ મચી ગયો છે. નોંધનિય છે કે, ગામમાં જાહેર રસ્તા નજીક વરંડો બનાવવાની
 
ઘટના@સમી: જૂથ અથડામણ બાદ સામસામે ફરીયાદ, કુલ 62 આરોપી, હાલ નિરવ શાંતિ

અટલ સમાચાર ડોટ કોમ, સમી

સમી તાલુકાના ગામે બે જૂથ વચ્ચે બુધવારે વહેલી સવારે અથડામણની ઘટના સામે આવ્યા બાદ હાલ નિરવ શાંતિ જોવા મળી રહી છે. જે મામલે હવે બંને પક્ષોએ સામસામે ફરીયાદ કરતાં કુલ 62 લોકો સામે નામજોગ ગુનો દાખલ થતાં હડકંપ મચી ગયો છે. નોંધનિય છે કે, ગામમાં જાહેર રસ્તા નજીક વરંડો બનાવવાની વાતને લઇ ચાલતાં મનદુ:ખ વચ્ચે વાતચીત ઉગ્ર બનતાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. બુધવારે સવારે બનેલી ઘટનામાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ તરફ 6 જેટલા વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ સમી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@સમી: જૂથ અથડામણ બાદ સામસામે ફરીયાદ, કુલ 62 આરોપી, હાલ નિરવ શાંતિ
જાહેરાત

પાટણ જીલ્લાના સમી તાલુકાના મોટાજોરાવરપુરા ગામે બુધવારે જાહેર રસ્તાની બાજુમાં વરંડાને લઇ જૂથ અથડામણ સર્જાઇ હતી. જેમાં જોરાવરપુરા ગામના સતાજી ઠાકોરે નોંધાવેલી ફરીયાદ મુજબ, તેમના ભાઇ બુધવારે સવારે ઘર પાસેના જાહેર રસ્તા નજીક વરંડાનું કામ કરી રહ્યા હતા.

ઘટના@સમી: જૂથ અથડામણ બાદ સામસામે ફરીયાદ, કુલ 62 આરોપી, હાલ નિરવ શાંતિ

આ દરમ્યાન ગામના ઇસમોએ જાહેર રસ્તામાં કે વરંડો બનાવી દબાણ કેમ કરો છો ? તેમ કહી ગુનાહીત કાવતરૂ રચી એકસંપ થઇ હાથમાં ધારીયુ, લાકડી, ટામી, કુહાડી જેવા જીવલેણ હથિયારો સાથે ફરીયાદી સહિતનાને માથામાં, હાથે-પગે તેમજ શરીરના અન્ય ભાગો માર મારી ઇંટોના છુટ્ટા રોડા મારી જાનથી મારી નાંખવાની કોશિષ કરી હોવાનું લખાવ્યુ છે.

ઘટના@સમી: જૂથ અથડામણ બાદ સામસામે ફરીયાદ, કુલ 62 આરોપી, હાલ નિરવ શાંતિ

જેને લઇ ફરીયાદીએ તમામ આરોપીઓ સામે આઇપીસીની કલમ 143, 144, 147, 148, 149, 307, 326, 324, 323, 294(b), 504, 506(2), 120 B અને જીપીએ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@સમી: જૂથ અથડામણ બાદ સામસામે ફરીયાદ, કુલ 62 આરોપી, હાલ નિરવ શાંતિ

આ તરફ સામેપક્ષે જોરાવરપુરાના મેવાભાઇ ભરવાડે નોંધાવેલી ફરીયાદ મુજબ, ઠાકોર સુરાજી પોતાના ઘરની બાજુમાં જાહેર રસ્તા નજીક વરંડો બનાવતાં હતા. જેથી ફરીયાદીએ અવર-જવરનો રસ્તો હોઇ રસ્તાને દબાણ થાય તે રીતે વરંડો બનાવવાની ના પાડી હતી.

ઘટના@સમી: જૂથ અથડામણ બાદ સામસામે ફરીયાદ, કુલ 62 આરોપી, હાલ નિરવ શાંતિ

આ તરફ આરોપીઓને વરંડાનું કામ કરવાનુ છે તમે થાય તે કરી લો. આ સાથે તમોએ વાંઘા અરજી કેમ કરેલ છે ? એમ કહી હાથોમાં બંદુક, ધારીયું, લાકડી, લોખંડની ટામી,, લોખંડની તથા લાકડાની કાતરો સહિતના હથિયારો સાથે હુમલો કર્યો હતો.

ઘટના@સમી: જૂથ અથડામણ બાદ સામસામે ફરીયાદ, કુલ 62 આરોપી, હાલ નિરવ શાંતિ

આ સાથે આરોપી દલાજી ઠાકોરે બંદુકથી ફાયરીંગ કર્યુ હોવાનો પણ ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. ઘટનાને લઇ મેવાભાઇએ આરોપીઓ સામે આઇપીસીની કલમ 143, 144, 147, 148, 149, 307, 326, 324, 323, 294(b), 504, 506(2), 120B , હથિયારધારોની કલમ 25(1)(a), 25(1)(b), 27, 30 અને જીપીએની કલમ 135 મુજબ ગુનો નોંધાવ્યો છે.

ઘટના@સમી: જૂથ અથડામણ બાદ સામસામે ફરીયાદ, કુલ 62 આરોપી, હાલ નિરવ શાંતિ