કૃષિજગત@રાજકોટ: માર્કેટયાર્ડમાં નવા કપાસ અને મગફળીની આવક, જાણો આજનો ભાવ

 
Rajkot APMC

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ માર્કેટ યાર્ડમા નવા કપાસ અને મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પુરતો ભાવ મળતો હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક લઇને આવી રહ્યાં છે. આજે પણ રાજકોટ માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા કપાસ અને નવી મગફળીની આવક શરૂ થઇ છે. તેમજ મોટા પ્રમાણમાં ઘઉંની પણ આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યારે બટાટા, ટામેટા, ડુંગળી અને લસણ સહિતની આવક થઈ રહી છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની 2 હજાર ક્વિન્ટલ આવક થઈ છે. ભાવ એક મણના 1470 થી 1590 રૂપિયા ભાવ બોલાયો હતો. મોટા પ્રમાણમાં કપાસની આવક થઈ રહી છે. માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉં 250 ક્વિન્ટલ અને ટુકડા ઘઉંની 2250 ક્વિન્ટલ આવક થઈ હતી. લોકવન ઘઉંનો ભાવ 450 થી 500 રૂપિયા અને ટુકડા ઘઉંનો 460થી 550 રૂપિયા ભાવ બોલાયો હતો.

રાજકોટ માર્કેટ યાર્ડમાં ટામેટાની સાથે સાથે બટાટા, ડુંગળી, ઘઉં, સીંગફાડા, તલ અને શાકભાજી સહિત અન્ય પાકોની આવક થઈ રહી છે. ખેડૂતોને પુરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યાં છે. ખેડૂતો તેનો માલ વેચવા માટે આવી રહ્યાં છે.