રિપોર્ટ@ગુજરાત: એસટી વિભાગને ફળી રક્ષાબંધન, 15 લાખની આવક, જાણો અહીં

 
GSRTC

અટલ સમાચાર, ડેસ્ક

શ્રાવણ માસમાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે રક્ષાબંધનના તહેવારોનો મહિમા અનેરો હોય છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ તહેવારના દિવસો દરમિયાન વિવિધ ધામક પ્રવાસ તેમજ પોતાના વતન તરફ જતા હોય છે. તેમને અવરજવરમાં સરળતા રહે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગાંધીનગર એસટી ડેપો દ્વારા પણ મુસાફરની માંગને  ધ્યાને રાખીને વધારાની બસ દોડાવીને રૃપિયા ૧૫ લાખથી વધુની આવક પ્રાપ્ત કરી છે.
 
પવિત્ર શ્રાવણ માસમાં સૌથી મોટા ગણાતા સાતમ- આઠમના તહેવારનો આગામી દિવસોમાં પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો વિવિધ ધામક સ્થળોની મુલાકાત લેવાની સાથે સાથે રજાના દિવસોમાં પોતાના વતન તરફ પણ દોટ લગાવતા હોય છે. 
ત્યારે તહેવારોના દિવસમાં અવરજવર કરવામાં સરળતા મળી શકે તે માટે એસટી તંત્ર દ્વારા પણ ખાસ આયોજન કરવામાં આવતું હોય છે. રક્ષાબંધન પર્વ દરમિયાન ચાર દિવસ સુધી વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં શહેરના મુસાફરોએ અવરજવર કરી હતી. 

આમ મુસાફરની માંગને ધ્યાને રાખીને ગાંધીનગર એસટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દાહોદ, ગોધરા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારો તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા રાજ્યના ધામક સ્થળો ઉપર મુસાફરોને અવરજવરમાં સરળતા મળી શકે તે માટે બસનું સંચાલન કરાયું હતું. ત્યારે આ દિવસો દરમિયાન ગાંધીનગર ડેપો દ્વારા  ૧૯૮ ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના થકી રૃપિયા ૧૫૧૩૨૮૨ની આવક પ્રાપ્ત થઈ છે. તો બીજી તરફ ૯,૪૬૦ મુસાફરોએ આ દિવસો દરમિયાન મુસાફરી કરી હતી.