બ્રેકિંગ@અમદાવાદ: આ જાણીતા બિલ્ડરના 35થી 40 સ્થળો પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા

 
Income Tax

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં ઈન્કમટેક્સના ઘણા લાંબા સમય પછી દરોડા પડ્યા છે. શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે સાથે સ્વાતિ ગ્રુપ સાથે કનેક્શન ધરાવનાર જાણીતા કેમિકલ ગ્રુપ પર પણ ITના દરોડા પડ્યા છે. સ્વાતિ ગ્રુપના અશોક અગ્રવાલ, સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસની કાર્યવાહી કરવામાં આવી છે. મહેશ કમિકલ ગ્રુપના અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. 

આ પહેલા સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપ પર તવાઈ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના આંબલી રોડ પર આવેલી સ્વાતિ ગ્રુપની મુખ્ય ઓફિસ સહિત 35થી 40 સ્થળો પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. તો આ સ્પેશ્યલ ઓપરેશનમાં અમદાવાદ, વડોદરા અને 100થી વધુ અધિકારીઓ ચુસ્ત બંદોબસ્ત સાથે જોડાયા છે.