અયોગ્ય@રાધનપુર: નેશનલ હાઇવે પાસે તોતિંગ મોલ, નોટીસ ઉપર નોટીસ

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મોલ ઉભા થઇ રહ્યા છે. જેમાં નેશનલ હાઇવે પાસે તોંતિગ મોલ ઉભો કરવામાં દબાણ થયુ હોવાનુ સામે આવતા પાલિકાના સત્તાધિશો સામે સવાલો ઉભા થયા છે. આથી ભારે દોડધામની વચ્ચે પાલિકાએ નોટીસ ઉપર નોટીસ ફટકારી છે. જોકે કોઇ પ્રત્યુત્તર નહિ આપતા તેમજ પોતાનો પક્ષ નહિ મુકતા પાલિકાના
 
અયોગ્ય@રાધનપુર: નેશનલ હાઇવે પાસે તોતિંગ મોલ, નોટીસ ઉપર નોટીસ

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મોલ ઉભા થઇ રહ્યા છે. જેમાં નેશનલ હાઇવે પાસે તોંતિગ મોલ ઉભો કરવામાં દબાણ થયુ હોવાનુ સામે આવતા પાલિકાના સત્તાધિશો સામે સવાલો ઉભા થયા છે. આથી ભારે દોડધામની વચ્ચે પાલિકાએ નોટીસ ઉપર નોટીસ ફટકારી છે. જોકે કોઇ પ્રત્યુત્તર નહિ આપતા તેમજ પોતાનો પક્ષ નહિ મુકતા પાલિકાના ચીફ ઓફીસર સહિતના ચોંકી ગયા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક દબાણ અને કેટલીક જોગવાઇઓનો ભંગ થતો હોવાને લઇ મોલ સામે કાર્યવાહી થઇ છે.

અયોગ્ય@રાધનપુર: નેશનલ હાઇવે પાસે તોતિંગ મોલ, નોટીસ ઉપર નોટીસ

પાટણ જીલ્લાના રાધનપુર શહેરની બ્રિજ નજીકની રેવન્યુ સર્વે નંબર 377/બ/2/પી પૈકીની જમીનમાં તોતિંગ મોલ ઉભો કરવામાં આવ્યો છે. જેની બાંધકામ મંજુરી પાલિકાએ આપ્યા દરમ્યાન બેઝમેન્ટ પાર્કિંગ અને ઉંચાઇ સહિતની બાબતોમાં જોગવાઇ કરી હતી.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

જોકે બાંધકામ કરનારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક રસ્તા પૈકીની જગ્યામાં દબાણ કરી દીધાનુ સામે આવ્યુ છે. જેને લઇ પાલિકાએ બિનઅધિકૃત બાંધકામ મામલે અગાઉ નોટીસ ફટકારી હતી. જોકે કોઇ વિગતો રજૂ નહિ કરતા ગંભીર નોંધ લેવામાં આવી છે.

અયોગ્ય@રાધનપુર: નેશનલ હાઇવે પાસે તોતિંગ મોલ, નોટીસ ઉપર નોટીસ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુર પાલિકાએ ફરી એકવાર નોટીસ ફટકારી બાંધકામ મંજુરી સહિતની વિગતો રજૂ કરવા આદેશ કર્યો છે. આ સાથે જો વિગતો રજૂ નહિ કરવામાં આવે તો નિયમોનુસાર કાર્યવાહી કરવાની તૈયારી દાખવતા મોલ સંચાલક સહિતના દોડધામમાં લાગ્યા છે. ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક તોતિંગ મોલ ઉભો કરવા દરમ્યાન સંચાલકે બાંધકામ નિયમોનો ભંગ કરતા રાધનપુર પાલિકાએ કરેલી કાર્યવાહીની અસર થાય છે કે કેમ ? તે મહત્વનુ છે.

ભ્રષ્ટાચાર સામે ધારાસભ્યની પાલિકાના કોંગી કોર્પોરેટરોને સુચના

ગત દિવસોએ રાધનપુર પાલિકામાં કોંગી કોર્પોરેટરોને ધારાસભ્ય રઘુ દેસાઇએ સુચના આપી હતી. પાલિકામાં મળેલી બેઠકમાં રઘુ દેસાઇએ સત્તાધિન કોંગી કોર્પોરેટરોને ભ્રષ્ટાચાર મામલે કડક સુચના આપી વહીવટમાં સુધારો લાવવા આદેશ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી પાલિકામાં કોંગી કોર્પોરેટરો વચ્ચે ગંભીર મુદ્દે આક્ષેપો થતાં હોઇ કોંગી ધારાસભ્યએ ક્લાસ લઇ શ્રેષ્ઠ વહીવટ આપવા કડક સુચના આપી હતી.