રિપોર્ટ@અમદાવાદ: ભારત-પાકિસ્તાન મેચથી મેટ્રોને એક જ દિવસમાં 21 લાખની કમાણી

 
Metro IND VS Pak Match

અટલ સમાચાર, ડેસ્ક

ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઈવોલ્ટેજ ક્રિકેટ મેચ અમદાવાદ મેટ્રોને ફળી છે. તેનું કારણ એ છે કે મેચના દિવસે મેટ્રોમાં ચિક્કાર ભીડ રહી હતી. એટલું જ નહીં મેચ દરમ્યાન કુલ મળીને સવાલાખ લોકોએ સવારી કરી હતી.

ભારત-પાકિસ્તાન મેચને પગલે સ્ટેડિયમની આસપાસ પાર્કિગ પ્લોટની વ્યવસ્થા કરાઈ હતી. ઘણાં લોકોએ તો છેક સાબરમતી પાવર હાઉસ પાસે સોસાયટી-ફ્લેટ પાસે કાર ટુવ્હિલર મૂકીને રૂપિયા 200 સુધી ચૂકવ્યા હતાં, પાર્કિંગની કડાકૂટથી બચવા માટે મોટાભાગના ક્રિકેટ રસિયાઓએ મેટ્રો રેલમાં બેસીને સ્ટેડિયમ સુધી પહોંચવાનું પસંદ કર્યું હતું. જોકે મેચને પગલે શનિવારે સવારના નવ વાગ્યાથી જ મેટ્રોમાં પગ મૂકવાની જગ્યા નહોતી.

સામાન્ય દિવસમાં મેટ્રો રેલમાં 70-80 હજાર મુસાફરો સવાર કરે છે, પણ મેચ હેવાથી રાત્રે એક વાગ્યા સુધી ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી એપીએમસી વાસણ માત્ર 35 મિનિટમાં પહોંચી જવાય છે, આ કારણોસર મેટ્રોમાં ચિક્કાર ભીડ રહી હતી.