મૌસમ@ગુજરાત: 2 દિવસ માવઠું જોતાં ઉભા પાક માટે સરકારની સુચના, ખેડૂતોને આપી જાણકારી

શક્ય હોય તો ઉભા પાકમાં પિયત આપવાનું ટાળવું જેથી વધારે ભેજવાળું હવામાન ટાળી શકાય અને સંભવીત રોગ/જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય.
 
file photo
ખેતરોમાં હાલ કોઇ પાક નથી અને રવી પાક કરવાના છો, જો આપની જમીન ગોરાળું છે તો વરસાદી પાણી ખેતરમાં રહે તે માટે ખેતરની આસપાસના ઢાળીયા સરખા કરવા જેથી આગામી સિઝન માટે સારી તૈયારી કરી શકાય.

અટલ સમાચાર, ડોટ કોમ
     
આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. જે પરીસ્થીતીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતોત્પાદીત ધાન્ય પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે અને જાનમાલના રક્ષણ માટે ઉચિત પગલા લે તે માટે નીચે મુજબના પગલા લેવા સંબંધિત ખેડૂતોને જાણકારી કરવામાં આવે છે.

- શક્ય હોય તો ઉભા પાકમાં પિયત આપવાનું ટાળવું જેથી વધારે ભેજવાળું હવામાન ટાળી શકાય અને સંભવીત રોગ/જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય. તેમજ જંતુનાશક દવા/ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો અને વધુમાં ખેતરમાં ભરાઇ રહેલા પાણીનો નિકાલ તાત્કાલીક કરવા જરુરી આગોતરું આયોજન કરવું. શાકભાજી અને કેળ જેવા પાકોમાં ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


- ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લો હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ હાલ પુરતી કાપણીની કામગીરી મુલતવી રાખવી. 


- ખેતરોમાં હાલ કોઇ પાક નથી અને રવી પાક કરવાના છો, જો આપની જમીન ગોરાળું છે તો વરસાદી પાણી ખેતરમાં રહે તે માટે ખેતરની આસપાસના ઢાળીયા સરખા કરવા જેથી આગામી સિઝન માટે સારી તૈયારી કરી શકાય. જો આપની જમીન કાળી છે તો પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જેથી આગામી પાક સમયસર કરી શકાય.