કાર્યવાહી@રાજકોટ: EPFOના ડે.કમિશનરનો વચેટિયો 2 લાખની લાંચ લેતા ઝબ્બે, CBIએ અધિકારીનું મકાન સીલ કર્યું

અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટમાં PF ઓફિસનો વધુ એક અધિકારી નીરજ સિંઘ CBI ની ટ્રેપમાં ઝડપાયો છે. CBIએ PF ઓફિસના ડે. કમિશનર નીરજ સિંધ વતી લાંચ લેતા વચેટીયા ચિરાગ જસાણીને ઝડપી લીધો છે જ્યારે ઘટના બાદ નીરજ સિંઘ ફરાર થઇ જતાં CBIની ટીમે નીરજ સિંઘના મકાનને સિલ માર્યું છે.
સુત્રોએ આપેલી માહિતી મુજબ રાજકોટના PF ઓફિસ ના ડે.કમિશ્નર CBIની ટ્રેપમાં ફસાયા છે. તેમણે 2 લાખની લાંચ માગી હતી અને તેમના વતી વચેટીયાએ 2 લાખની માગ સ્વીકારી હતી. CBIએ વચેટીયા એજન્ટ ચિરાગ જસાણીને ઝડપી લીધો છે. EPFO કચેરી ના ડે. કમિશ્નર નીરજ સિંઘેએ 2004માં ઉદ્યોગ સરકારી કોન્ટ્રાકટર કવેરી કાઢી નોટિસ આપી હતી અને સેટિંગ માટે 12 લાખ રૂપિયાની માગ કરી હતી. જોકે આ મામલે CBIમાં ફરિયાદ કરાઇ હતી અને ત્યારબાદ આંગડિયા મારફત 2 લાખ મોકલી જાળ બિછાવી વચેટીયા ને ઝડપી લેવાયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વચેટિયા ચિરાગ જસાણી દ્વારા 20 લાખની માંગ કરવામાં આવી હતી અને અંતે 12 લાખમાં ડિલ નક્કી કરવામાં આવી હતી. વચેટીયો ઝડપાયા બાદ CBIની ટીમ ડે. કમિશ્નર નીરજ સિંધના ઘેર સર્ચ કરવા પહોંચી હતી પણ નીરજસિંઘ પરિવાર સાથે મકાનને તાળુ મારીને ફરાર થઇ ગયો હતો. CBI દ્વારા અધિકારી મકાન સિલ કરી નોટિસ લગાવી દેવાઇ છે.