કાર્યવાહી@અમદાવાદ: જાહેરમાં હત્યા કરનાર ઈસમની પોલીસે કરી ધરપકડ, જાણો શું હતો સમગ્ર મામલો ?
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદના ખાનપુર દરવાજા પર પૈસાની લેતી દેતીમાં જાહેરમાં હત્યા કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ કરવામાં આવી છે. હત્યા કરવા માટે આરોપીએ મૃતકને પૈસા આપવા માટે બોલાવ્યો હોવાનો ખુલાસો થયો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીએ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. છરીના ઘા ઝીકીને કરપીણ કરી હતી હત્યા કરી હતી. ઘટના CCTVમાં કેદ થતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ હતી.
આરોપી શાહનવાઝ ઉર્ફ સાનુંબાપુ સૈયદએ જાહેરમાં ખૂની ખેલ ખેલ્યો હતો. પૈસાની લેતી દેતીમાં એક યુવકને જાહેરમાં હત્યા કરી હતી. અહેવાલ મુજબ શાહપૂરમાં રહેતો સાબરીહુસેન શેખ આરોપી શાહનવાઝ પાસેથી રૂ 25 હજારની ઉઘરાણી કરતો હતો. જેથી આરોપીએ હત્યા કરવાના ઇરાદે સાબિર હુસેનને 20 હજાર આપવા માટે બોલાવ્યો હતો. પૈસા લેવા ગયેલા મૃતક પૈસાની ઉઘરાણી કરતા આરોપીએ છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી. હત્યાના ઇરાદે જ આરોપીએ મૃતકને પૈસા લેવા બોલાવ્યો હતો અને બચવા પ્રતિકાર કરતા આરોપી પણ ઇજાગ્રસ્ત થયો હતો. આ હત્યાના CCTV સામે આવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શાહનવાઝની ધરપકડ કરી.
પકડાયેલ આરોપી શાહનવાઝ કુખ્યાત ગુનેગાર છે. તેની વિરુદ્ધ 11 જેટલા ગુના નોંધાયા છે. જ્યારે મૃતક સાબરીહુસેન વિરુદ્ધ પણ 4 જેટલા ગુના નોંધાયા છે. તપાસમાં સામે આવ્યું કે 5 વર્ષ પહેલાં આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુંબાપુના લગ્ન હતા. જેથી લગ્નના ખર્ચ માટે રૂ 25 હજાર ઉધાર લીધા હતા. પરંતુ આરોપી આ રૂપિયા પરત આપતો નહતો. મૃતકે અનેક વખત ઉઘરાણી કરી હતી. જેથી હત્યાના ઇરાદે આરોપીએ પૈસા આપવામા માટે મૃતકને બોલાવ્યો હતો. જ્યારે મૃતક ખાનપુર દરવાજા બહાર પૈસાની માંગણી કરી તો બન્ને વચ્ચે તકરાર થઈ હતી અને આરોપી શાહનવાઝએ છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી. શાહપુર પોલીસે હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરીને હત્યામાં ઉપયોગ લેવાયેલ હથિયાર જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી. આ ઉપરાંત હત્યા પાછળ રૂપિયા ની લેતી દેતી સિવાય અન્ય કોઈ કારણ છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.