આક્રોશ@સાંતલપુર: રોઝુના રણમાં વન્ય પ્રાણીનો શિકાર કરી ઇસમો ફરાર, પોલીસ તપાસ શરૂ

અટલ સમાચાર, ડેસ્ક
સાંતલપુર તાલુકાના રોઝૂ ગામના રણ વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા વન્ય પ્રાણીનો શિકાર કર્યો હતો. જેના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. આ તરફ પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલાં જ અસામાજિક તત્વો વન્ય પ્રાણીનો શિકાર કરી ભાગી ગયા હતા. સમગ્ર મામલે પોલીસને સ્થળ પરથી વન્ય પ્રાણીનો મૃતદેહ અને શિકાર માટે વપરાયેલા સાધનો મળી આવતા મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જિલ્લાના સાંતલપુર પંથકના રણ વિસ્તારમાં વન્ય પ્રાણીનો શિકારની ઘટના સામે આવી છે. વિગતો મુજબ હિન્દુ યુવા સંગઠનની ટીમને ધ્યાને આવ્યું હતું કે, કેટલાક ઇસમો વન્ય પ્રાણીનો શિકાર કરે છે. જેથી ટીમ દ્વારા વન્ય પ્રાણી અભ્યારણ્યની હદમાં શિકાર કરતા શિકારીઓ બાબતે સાંતલપુર પોલીસને જાણ કરી હતી. આ તરફ પોલીસે સ્થળ પહોંચી તપાસ કરતાં અસામાજિક તત્વો વન્ય પ્રાણીનો શિકાર કરી ભાગી ગયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થળ પરથી વન્ય પ્રાણીનો મૃતદેહ અને શિકાર માટે વપરાયેલા સાધનો મળી આવતા પોલીસે મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. આ તરફ પોલીસે અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા તપાસ શરૂ કરી છે.