જમ્મુ-કાશ્મીર: સુરક્ષાદળોને સફળતા મળી, અથડામણમાં અડધી રાતે 2 આતંકવાદીઓને ઠાર કર્યા

આ વર્ષની આઠમી અથડામણ છે. નવા વર્ષના પહેલા અઠવાડિયામાં અત્યાર સુધીમાં 13 આતંકીઓ માર્યા ગયા છે. જેમાં મોટાભાગના જૈશ-એ મોહમ્મદ અને લશ્કર-એ-તોઈબાના ટોપ કમાન્ડર સામેલ છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં હસનપોરામાં સુરક્ષાદળોએ રવિવારે 8 કલાકથી વધારે ચાલેલી અથડામણમાં અડધી રાતે 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે. મરનારા આતંકીઓની હાલ ઓળખ થઈ શકી નથી. રાત હોવાના કારણે સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી રાખ્યો છે. આ વર્ષની આઠમી અથડામણ છે. નવા વર્ષના પહેલા અઠવાડિયામાં અત્યાર સુધીમાં 13 આતંકીઓ માર્યા ગયા છે. જેમાં મોટાભાગના જૈશ-એ મોહમ્મદ અને લશ્કર-એ-તોઈબાના ટોપ કમાન્ડર સામેલ છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


પોલીસ અનુસાર રવિવારે સુરક્ષાદળોને હસનપોરા ગામમાં આતંકિઓ હોવાની સૂચના મળી હતી. આ બાદ સુરક્ષાદળોએ સાંજે સંયુક્ત રુપથી વિસ્તારને ઘેરી તપાસ અભિયાન ચલાવ્યું હતુ આ દરમિયાન છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરુ કરી દીધુ હતુ. સુરક્ષાદળોએ કાઉન્ટર ફાયરિંગ કર્યુ. હવામાન ખરાબ હોવાના કારણે ગામમાં અવર જવરના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા. આ દરમિયાન રાતે લગભગ એક વાગે સુરક્ષાદળોની ઘેરાબંધી તોડી ભાગવાનો પ્રયાસ કરનારા બે આતંકીઓ માર્યા ગયા. વસ્તીવાળો વિસ્તાર હોવાના કારણે સેનાએ તકેદારી વર્તી. આશંકા છે કે ઘટના સ્થળે કેટલાક વધુ આતંકીઓ હોઈ શકે છે. સુરક્ષાદળો સવાર થવાની રાહ જોઈ રહ્યા હતા.

આ વર્ષની શરુઆતમાં વિશેષ કરીને દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષાદળોને આતંકીઓની વિરુદ્ધ અભિયાનમાં મોટી સફળતા મળી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં માર્યા ગયેલા 13 આતંકીઓમાં 7 આ જ વિસ્તારમાં માર્યા ગયા છે. આ પહેલા 4 જાન્યુઆરીએ કુલગામના ઓકે વિસ્તારમાં લશ્કર-એ-તોઈબાના ટીઆરએફના 2 સ્થાનીય આતંકી માર્યા ગયા હતા. તો 5 જાન્યુઆરીએ પુલવામામાં જૈશના 3 આતંકી માર્યા ગયા હતા.