બનાવ@જામનગર: કલેક્ટર બીજલ શાહને આવ્યો હાર્ટએટેક, પ્રાથમિક સારવાર બાદ ICUમાં ખસેડાયા

 
Bijal Shah Jamanagar Collector

અટલ સમાચાર, ડેસ્ક

જામનગર જિલ્લા કલેક્ટર બીજલ શાહને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું સામે આવ્યું છે. જે બાદમાં તેમને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમા તબીબી સારવાર હેઠળ આઈસીસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જી.જી. હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરો અને તબીબી સ્ટાફની ટીમ તેમની ગંભીર સ્થિતિ પર ધ્યાન આપી રહી છે. હોસ્પિટલના સત્તાવાળાઓએ ખાતરી આપી છે કે, જિલ્લા કલેક્ટરને શક્ય તેટલી શ્રેષ્ઠ કાળજી પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ તેમની હેલ્થ સ્થિતિ સારી છે.

જામનગર જિલ્લા કલેક્ટર બીજલ શાહની તબિયત લથડતાં સરકારી જી.જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. છાતીમાં દુખાવાના પગલે હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. વર્ષ 2009ની બેચના IAS બીજલ શાહે યુજીવીસીયેલ MD, બનાસકાંઠા,પાલનપુરના DDO અને બોટાદના કલેકટર તરીકે પણ સેવા આપી છે, હાલ જામનગર જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.