જામનગરઃ વીડિઓ વાયરલ થતા બદનામીના ડરથી યુવકે આપઘાત કરી લીધો, પરિવારના ગંભીર આક્ષેપ

યુવકના મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરવા તથા ફરિયાદ નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
 
susidre

અટલ સમાચાર, ડેસ્ક

જામનગર શહેરમાં થોડા સમય પહેલા જ ચાંદીબજારમાં એક યુવક અને યુવતી ક્રિડા કરતુ સીસીટીવીમાં કેદ થઇ ગયું હતું. બાદમાં આ સીસીટીવી વીડિયો વાયરલ થયો હતો. વીડિઓ વાયરલ થતા બદનામીના ડરથી યુવકે આપઘાત કરી લીધો છે. સમગ્ર ઘટનાથી શહેરમાં અરેરાટી વ્યાપી છે. બીજી બાજુ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ યુવકને કેટલાક વેપારીઓ દ્વારા બ્લેકમેઈલ કરી પરેશાન પણ કરાતો હતો જેથી કંટાળી આ યુવકે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકના મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરવા તથા ફરિયાદ નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે થોડા સમય પહેલા જામનગર શહેર આવેલા ચાંદીબજારમાં દુકાનોના બુગદામાં એક કપલ શરીરસંબંધ બનાવતુ હોઈ તેવા સીસીટીવી વીડિઓ વાયરલ થયા હતા. આ વીડિઓ એટલા વાયરલ બન્યા કે ચારેબાજુ તેની ચર્ચા થઇ હતી. જો કે આ વીડિઓમાં રહેલા યુવકે અચાનક આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બીજી બાજુ આપઘાત કરનાર યુવકના પરિવારજનોએ કેટલાક ગંભીરતા આક્ષેપ કર્યા છે. તેઓનું કહેવું છે બે વેપારીઓ દ્વારા જાણી જોઈને વીડિઓ વાયરલ કરવામાં આવ્યો છે અને વીડિઓ વાયરલ થયા બાદ નોકરીથી કાઢી મુકવા તથા માનસિક રીતે પરેશાન કરવામાં આવતો હતો, આથી આ બંને વેપારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને તેઓને કડક સજા કરવામાં આવે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
જામનગર શહેરમાં થોડા સમય પહેલા જ ચાંદીબજારમાં એક યુવક અને યુવતી ક્રિડા કરતુ સીસીટીવીમાં કેદ થઇ ગયું હતું. બાદમાં આ સીસીટીવી સમગ્ર શહેર અને રાજ્યમાં ખુબ જ વાયરલ થઇ થયા હતા. વીડિઓ વાયરલ થતા બદનામીના ડરથી યુવકે આપઘાત કરી લીધો છે. સમગ્ર ઘટનાથી શહેરમાં અરેરાટી વ્યાપી છે. બીજી બાજુ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ યુવકને કેટલાક વેપારીઓ દ્વારા બ્લેકમેઈલ કરી પરેશાન પણ કરાતો હતો જેથી કંટાળી આ યુવકે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકના મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરવા તથા ફરિયાદ નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વેપારીઓ દ્વારા પરેશાન કરાતો હોવાનો પરીવારનો આક્ષેપ