જામનગરઃ લંપી વાયરસનો કહેર, ગાયોની લાશોના ઢગલા જોવા મળ્યા, દુર્ગંધ ફેલાતાં રહીશો પરેશાન
લંપી

અટલ સમાચાર, ડેસ્ક

જામનગરના કાલાવડ શહેરમાં લમ્પી વાઇરસથી અનેક ગાયોનાં મોત થયાં છે. ત્યારે તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી છે. તંત્રની ઢીલી નીતિને કારણે શહેરમાં આવેલી ટોડા સોસાયટી પાસે ગાયોની લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે, જેથી દુર્ગંધ ફેલાતાં આસપાસ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

રાજ્યના અનેક જિલ્લામાં હાલ પશુઓમાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. વાઇરસથી અનેક પશુઓનાં મોત પણ થયાં છે. ત્યારે કાલાવડ શહેરમાં પણ લમ્પી વાઇરસથી અનેક ગાયોનાં મોત થયાં હતાં. આ ગાયોની દફનવિધિ કરવામાં ન આવતાં એના ઢગલા જોવા મળી રહ્યા છે. બે-ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાં એની લાશોના ઢગલા એમ જ ત્યા પડ્યા છે, જેથી દુર્ગંધ ફેલાતાં આસપાસના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નિક લોકો નગરપાલિકાના પ્રમુખ અજમલ ગઢવીને રજૂઆત કરવા ગયા હતા. જોકે તેમણે પણ ઉડાવ જવાબ આપ્યો હતો. રજૂઆત કરવા ગયેલા સ્થાનિક લોકોએ કહ્યું હતું કે શું નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર લમ્પી રોગ વધુ ફેલાય એની રાહ જોઈ રહ્યા છે? આ વિસ્તારમાં હાલ તંત્ર દ્વારા દફનવિધિ કરવામાં ન આવતાં એની લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે, જેથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. ત્યારે તંત્ર કાર્યવાહી કરવાને બદલે ખાલી તમાશો જોઈ રહ્યું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
સાવચેતીનાં પગલારુપે ખાસ કરીને જે પશુમાં લક્ષણો જોવા મળે એને બીજાં પશુથી અલગ બાંધવા, પશુઓનાં રહેઠાણો સ્વચ્છ રાખવા, એમાં જૂ, ઇતરડી, ચાંચડ, મચ્છરવિરોધી દવાનો છંટકાવ કરવો. અસરગ્રસ્ત પશુ પર લીમડાનાં ઉકાળેલા પાણીનો છંટકાવ કરવો જેવા ઉપાયોથી આ વાઇરસ કાબૂમાં આવી શકે છે. ગાયને થતા લમ્પી વાઈરસનાં લક્ષણોની વાત કરીએ તો એને માખી, મચ્છર કરડવાથી લમ્પી વાઇરસ થાય છે. સૌપ્રથમ વખત તાવ આવવો, ચામડીમાં ગાંઠો થવી, પગમાં સોજા થાય, નાકમાંથી પાણી અને અને વધારે ઇન્ફેક્શન લાગ્યું હોય તો લોહી પણ નીકળે છે. તદુપરાંત ગાય બીમાર થતાં ખોરાક ઘટી જાય છે.