જામનગર ડ્રગ ઈન્સ્પેક્ટર 5,000ની લાંચ લેતા ઝડપાયા
જામનગર ડ્રગ ઈન્સ્પેક્ટર 5,000ની લાંચ લેતા ઝડપાયા

અટલ સમાચાર, જામનગર

તા.15 જાન્યુઆરીએ એક વેપારીને જામનગર શહેરમા હોલસેલ દવાની મેડીકલ એજન્સી હોય ત્યાં આ કામના આક્ષેપિતે ગત તા.૧૧/૦૧/૨૦૧૯ ના રોજ વિઝીટ કરી વિઝીટ બુકમા ખોટી હેરાનગતી થાય તેવી નોંધ નહી કરવા પેટે રૂ.૫,૦૦૦/-ની માગણી કરી હતી. જેથી પિડીતે રકમ બપોરના સમયે આપવાનો વાયદો કરેલ હતો. ફરીયાદીએ એસીબીમા ફરીયાદ કરતા તે આધારે છટકુ ગોઠવી લાંચના ગુનામા ડ્રગ ઈન્સ્પેક્ટર કિરણબેન D/O ભગવાનજી સવજાણી તે W/O નિલેશભાઇ ઉનડકટ ફરીયાદી પાસેથી રૂ.૫,૦૦૦/-ની લાંચની રકમ માંગી લેતાં ઝડપી પાડ્યા હતા.