હડકંપ@હિંમતનગર: આંગડિયા કર્મચારી સાથે 50 લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ

 
Himmatnagar

અટલ સમાચાર, ડેસ્ક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના ઘટી છે, જેમાં લૂંટારૂઓ 50 લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર થયા છે. આ લૂંટની ઘટના સાચી કે પછી પ્રિપ્લાન્ડ છે?, લૂંટારૂઓ કોણ હતા અને ક્યાંથી આવ્યાં હતા આ સમગ્ર બાબતે પોલીસ તપાસ બાદ ખુલાસા થશે. 

હિંમતનગરમાં બસ સ્ટેન્ડ સામેના રોડ પર જયારે આ આંગડિયા કર્મચારી મોટર સાઈકલ પર જઈ રહ્યો હતો ત્યારે લૂંટારૂઓએ તેને આંતરીને પોલીસની ઓળખ આપી માર માર્યો હતો. એસન્ટ કાર અને ઇકો કર લઈને આવેલા આ લૂંટારૂઓએ માર મારીને આંગડિયા કર્મચારીને કારમાં બેસાડી દીધો હતો અને બાદમાં વિજાપુર હાઈવે પર ઉતારી દીધો હતો. લૂંટારૂઓએ આંગડિયા કર્મચારી પાસે રહેલા 50 લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર થયા છે.