જૂનાગઢ: એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ઈએમટી ડોક્ટરના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
આપઘાત

અટલ સમાચાર, ડેસ્ક

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ગામે  હેતાં ખીલખીલાટ એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ઈએમટી ડોક્ટરના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ ડ્રાઇવરને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રાજકોટ ખાતે તેમનું મોત થયું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ સોંદરડા ગામના અને હાલ કેશોદમાં રહી ખીલખીલાટ એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે વિસાવદર ખાતે ફરજ બજાવતાં મહેન્દ્રભાઈ ભીખુભાઈ દવે   ઉર્ફે મુતલભાઈએ બે દિવસ પહેલા ઝેરી દવાનો પાઉડર ગટગટાવી લીધો હતો. બાદમાં તેમને પ્રથમ કેશોદ અને ત્યાર બાદ સારવાર માટે જૂનાગઢ અને ત્યાંથી વધારે સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર કારગર નિવડી ન હતી અને તેમનું મોત થયું હતું. મૃતક મહેન્દ્રભાઈ એક બહેન અને ચારભાઈઓમાં બીજા નંબર હતા. તેમને સંતાનોમાં એક પુત્ર અને પુત્રી છે. હાલ કેશોદ પોલીસે તેમના પરિવારજનોની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ બાબતે જાણવા મળ્યું છે કે, છેલ્લાં પાંચ વર્ષથી ફરજ બજાવતાં મહેન્દ્રભાઈ દવે હાલમાં વિસાવદર ખીલખીલાટ એમ્બ્યુલન્સમાં નોકરી કરતા હતા. તેઓ જૂનાગઢ ટ્રેનમાં જતાં હોવાથી મોડા થવા બાબતે ઈએમટી ડોક્ટર દ્વારા તેમને અવારનવાર ટોર્ચર કરવામાં આવતાં હતા અને ફરજ પર મોડા કેમ આવો છો તેમ કહી અવારનવાર બોલાચાલી થતી હતી.

  અટલ સમારા ચાર તમામોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 
ઉપરના અધિકારી તરફથી વારંવાર તેમની બદલી કરવામાં આવતી હતી. થોડા સમય પહેલા મૃતકની હારીજ બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં બદલી કરવામાં આવી હતી. મૃતક છેલ્લા પાંચ વર્ષથી વિસાવદર ખીલખીલાટ એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. મૃતક કેશોદથી વીસાવદર અપડાઉન કરતા હોવાથી તેમને મોડું થતું હતું. તેઓએ અનેક વખત કેશોદ બદલી કરી દેવા માટે રજુઆત કરી હતી પણ બદલી થઈ ન હતી.

બનાવના દિવસે પણ ઉપરના અધિકારી સાથે બોલાચાલી થઈ હતી. જેથી ડૉક્ટરના ત્રાસથી કંટાળી તેમણે આવું પગલું ભર્યું હોવાનું તેમના સંબંધીઓએ જણાવ્યું હતું. મૃતક મહેન્દ્રભાઈ એક બહેન અને ચારભાઈઓમાં બીજા નંબર હતા. તેમને સંતાનોમાં એક પુત્ર અને પુત્રી છે. હાલ કેશોદ પોલીસે તેમના પરિવારજનોની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.