બનાવ@જૂનાગઢ: પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દીધો, આ રીતે ખબર પડી

અટલ સમાચાર, ડેસ્ક
વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે હ્યદયને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો. દોઢેક માસ પહેલા પતિએ પત્નીની હત્યા કરી શેઢાળીના દરમાં મૃતદેહને દાટી હતો. જો કે, પોલીસે પતિની કડકાઈથી પૂછપરછ કરતા હત્યા અંગે ભાંડો ફૂટ્યો હતો. ત્યાર બાદ પોલીસે ખાડો ખોદી તપાસ કરતા મહિલાના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. હવે મહિલાના અવશેષોને ડી.એન.એ ટેસ્ટ માટે મોકલાશે. પોલીસે આરોપી પતિ જીવરાજ જગુ માથાસુરીયા વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે વિસાવદના પ્રેમપરાનો યુવાને અંદાજીત બે માસ પહેલા પોતાની પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. યુવતીના પિતાએ પોતાની દીકરીને મળવાનું કહેતા જીવરાજ જવાબ આપતો ન હતો. અંતે પિતાએ વીસાવદર પોલીસમાં અરજી આપતા પોલીસે જીવરાજને ઉપાડી લીધો હતો અને આકરી પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો.
બીજી ઘટનામા્ં જામનગર શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ગતરાત્રીના ડિફેન્સ કોલોની વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. મૃતકનું નામ ભરત ગઢવી છે. બાળકને ઠપકો આપવાની બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા પછી થયેલ મારામારીની ઘટના હત્યામાં ફેરવાઈ હતી. આ ઘટનામાં એક યુવાન ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી.