બનાવ@જૂનાગઢઃ સાવકા બાપે સગીર દીકરી પર અનેકવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ
file fhoto

 અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાતમાં બળાત્કારની વધી રહેલી ઘટનાઓને પગલે દીકરીઓની સુરક્ષવ્યવસ્થને લઈ ચિંતા પ્રસરી છે. અને આવી ઘટનાઓ રોકવા માટે પોલીસ પણ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. જૂનાગઢમાં એક શરમજનક કિસ્સો બન્યો છે. ગોધાવાવની પાટી વિસ્તારમાં રહેતી સગીર વયની બાળા ઉપર તેના સાવકા પિતાએ નજર બગાડી અવારનવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધવામાં આવી છે. આ બનાવ સાતેક મહિના પહેલા બન્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

મળતી માહિતી મુજબ; હાલ શિશુમંગલ સંસ્થા રામનિવાસ પાસે રહેતી અને મૂળ જૂનાગઢના ગોધાવાવ પાટી વિસ્તાર માં એક ઓરડીમાં રહેતી એક સગીર વયની બાળા ઉપર તેના સાવકા પિતાએ આ બાળા સગીર વયની છે, તે જાણતાં હોવા છતાં તેની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધીને દુષ્કર્મ કર્યાની ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે.


જે બનાવ આજથી સાતેક મહિના પહેલા બન્યો હોવાનું કહેવાય રહ્યું છે. પોલીસે આરોપી પિતા વિરુદ્ધ કલમ 376(3), 376(2), એન.પોક્સો એક્ટ કલમ 6, 8, 12 અંતર્ગત ગુન્હો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એમ.વાઢેર ચલાવી રહ્યાં છે, તેવું જાણવા મળેલ છે.