રાજનીતિ@ગુજરાત: કોંગ્રેસને વધુ એક ફટકો, પ્રદેશ મહામંત્રીના 150 કાર્યકરો સાથે કેસરિયા

 
Congress

અટલ સમાચાર, ડેસ્ક

નર્મદા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા પોતાના 150 જેટલા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પટેલના પ્રબળ નેતૃત્વ અને વિકાસયાત્રાથી પ્રભાવિત થઈ તેઓએ આ નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું છે. સુરતના અંબાનગર સ્થિર ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઓફિસે અધ્યક્ષ સી આર પાટીલના વરદ હશે તેઓએ ભગવો ધારણ કર્યો છે. 

નર્મદા જિલ્લાના નાંદોદ બેઠક પરથી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા અને કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા પોતાના 150 જેટલા કાર્યકર્તાઓ જોડે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જેના કારણે નર્મદા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગામડું પડ્યું છે. હરેશ વસાવાએ પોતાના કાર્યકર્તાઓ જોડે સુરતના અંબાનગર સ્થિત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઓફિસ ખાતે ભાજપનો ભગવો ધારણ કર્યો છે.

ભારતીય જનતા પાર્ટીમાં ભગવો ધારણ કરી વિધિવત રીતે જોડાયેલા હરેશ વસાવાએ જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીની વિકાસ કાર્યશૈલીના કારણે છેવાડા ગામ સુધી વિકાસ થઈ રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું સબળ નેતૃત્વ ચાલી આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસયાત્રાને છેવાડાના ગામ સુધી લઈ જવામાં આવી છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો અંતે નિર્ણય કર્યો છે.